________________
૧૯૮
કરવામાં પાછા નહીં પડીએ. કર્મનું તત્ત્વ યથાર્થ રીતે નિઃસંદેહ સમજવા માટે આપણે અવશ્ય પુરુષાર્થ કે કર્મ તો કરીશું જ, પછી સમજણરૂપી ફળ મળે કે ન મળે અગર સમજણ સ્પષ્ટ હોય તો ઇષ્ટ ફળ મળ્યું કહેવાય અને અસ્પષ્ટ હોય તો અનિષ્ટ ફળ મળ્યું કહેવાય. છતાં આપણે તો ઇષ્ટાનિષ્ટની અપેક્ષાનો ત્યાગ કરી, કર્મની ગહન ગતિનું રહસ્ય પામવાનો શુભારંભ કરીએ છીએ.
જગતનિયંતાની અલૌકિક સૃષ્ટિરચનામાં વિવિધ પ્રકારના નિયમોનું તેણે સર્જન કરેલું છે. તેમાંના મોટા ભાગના નિયમો દ્વારા આપણું જીવન નિયંત્રિત થયેલું છે. પછી ભલે તેવા નિયમોની આપણને સાચી સમજ હોય કે ન હોય. જેમ કે કુદરતના નિયમોમાં ગુરુત્વાકર્ષણનો નિયમ આપણા જીવનની ઘણી ક્રિયાઓને નિયંત્રિત કરે છે, પછી ભલે આપણે તે નિયમનું જ્ઞાન ધરાવતા હોઈએ કે તેથી અજ્ઞાત હોઈએ. કોઈ તેવા નિયમને જાણતો ન હોય તેથી કંઈ ગુરુત્વાકર્ષણના નિયમની અસરથી બચી શકતો નથી. તે જ પ્રમાણે શૂન્ય તાપમાને પાણી ઘનસ્વરૂપે બરફનું રૂપ ધારણ કરે છે અને સો અંશ સેન્ટિગ્રેડના તાપમાને પાણીનું ઉત્કલનબિંદુ આવી જાય અને પાણી ઉકળવા માંડે, આવા નિયમનું કોઈ અભણ વ્યક્તિને નિર્જન સ્થળે રહેવાથી જ્ઞાન હોય કે ન હોય છતાં તેવો વ્યક્તિ પાણીને અગ્નિ પર મૂકે તો નિશ્ચિત તાપમાને પાણી ન ઉકળે તેવું બને નહીં. આવા કુદરતના અનંત નિયમો, સિદ્ધાંતો કે કાયદાઓ છે અને તે સર્વ નિયમો ઈશ્વરરચિત છે માટે તેમાં કોઈ સ્થળે, કોઈ કાળે, કોઈ માનવી માટે ક્યાંય અપવાદ હોતો નથી. તે જ પ્રમાણે માનવજીવનને નિયંત્રિત ક૨વા માટે ઈશ્વરે કર્મના કાયદાનું નિર્માણ કર્યું છે અને તે મુજબ જે કોઈ મનુષ્ય જેવું કર્મ કરે છે તે મુજબનું ફળ તેને અવશ્ય મળે છે. આમ, કર્મ અને ફળ, કાર્ય-કારણની અનંત શૃંખલા જેવા અભેદ રીતે એક બીજા સાથે સંકળાયેલા છે. કર્મ થાય તો ફળ નિશ્ચિત ઉત્પન્ન થાય. કોઈ પણ ફળ કે પરિણામ પૂર્વક્રિયા વિના મળતું નથી. [EACH AND
EVERY ACTION HAS A REACTION AND THERE CANNOT BE A
REACTION WITHOUT AN ACTION.] ક્રિયામાત્ર પરિણામ કે પ્રતિક્રિયા