________________
૬૮૬
आत्मनि
(છંદ-અનુષ્ટ્રપ) इष्टानिष्टार्थसंप्राप्तौ समदर्शितयाऽऽत्मनि ।
उभयत्राविकारित्वं जीवन्मुक्तस्य लक्षणम् ॥४३५॥ રૂ-નાસકાતી = ઈષ્ટ-અનિષ્ટની (પ્રારબ્ધગત) પ્રાપ્તિમાં
= મનમાં (હર્ષ-શોક જેવા) : अविकारित्वम् = વિકારો ન થાય પરંતુ) સમતયા ૩યત્ર = તેવા બન્નેમાં સમત્વદૃષ્ટિ હોવી નીવ—જૂચ તલામ્ = તે જીવન્મુક્તનું લક્ષણ છે.
ઈષ્ટ કે અનિષ્ટ, સારા કે નરસા ગમે તેવા પદાર્થો કે પરિસ્થિતિ પ્રારબ્ધગત પ્રાપ્ત થાય, છતાં મનમાં હર્ષ કે શોક જેવા વિકારો તો ન થાય, પરંતુ ઈષ્ટ-અનિષ્ટ જેવું જે કંઈ પ્રાપ્ત થાય તેમાં સમત્વ દૃષ્ટિ રાખવી અર્થાત્ ઈષ્ટની પ્રાપ્તિમાં ન તો હર્ષ અનુભવવો કે અનિષ્ટની પ્રાપ્તિમાં ન દુ:ખી થવું તથા બંને વિપરીત પરિસ્થિતિઓમાં મનનું સમતુલન જાળવી રાખવું કે માનસિક પ્રતિક્રિયાથી અસંગ રહેવું એ જીવન્મુક્તનું લક્ષણ છે.
મનુષ્ય મોટાભાગે પ્રતિક્રિયામાં જીવન જીવતો હોય છે. માટે જ સંજોગો ઉપર વિજય મળવાથી કે લાભ થવાથી તેનું મન હર્ષોન્માદમાં નાચે છે અગર પરાજયમાં કે નુકશાન થાય ત્યારે દુઃખના દરિયામાં ડૂબી જાય છે અને તે જે મન પોતાની સ્તુતિ, વખાણ કે પ્રશંસાના સમયે સ્વયં જાતે જ વિજયમાળા પહેરી ગદિત થાય છે. જ્યારે નિંદા કે અપમાનના સમયે હીનતા કે તિરસ્કારનો ભાવ અનુભવી હતાશા, નિરાશા કે ભગ્નાશામાં ડૂબે છે. જ્યારે જીવન્મુક્ત પુરુષ આવા વિપરીત પ્રસંગોમાં પણ પોતાની નિજાનંદી મસ્તીમાંથી લેશમાત્ર પણ ચલિત થતો નથી અને પોતાની સમત્વ દષ્ટિ અને જીવન્મુક્ત દશાને નિર્વિકાર રાખી નિર્ધદ્ધ થઈ ઈષ્ટ-અનિષ્ટ જેવા ધંધને પરાજિત કરે છે. તે જ જીવન્મુક્તનું દિવ્ય લક્ષણ છે.