________________
૬૭૭
પોતાનામાં પોતા દ્વારા જ સંતુષ્ટ થયેલો જણાય છે અને તે જ કા૨ણે ઇષ્ટ કે અનિષ્ટ પ્રાપ્તિ કે અપ્રાપ્તિમાં તે રાગદ્વેષ વગરનો હોય છે. સ્થિતપ્રજ્ઞ ઇન્દ્રિયોના વિષયોમાં આકર્ષાતો નથી કારણ કે પોતાની તમામ ઇન્દ્રિયોને તેણે વિષયોથી પાછી બોલાવી લીધી છે અને તે જ કા૨ણે તેની બુદ્ધિ વિક્ષેપવગ૨ની ચંચળતારહિત થયેલી હોવાથી સ્થિતપ્રજ્ઞા કહેવાય છે. આમ વિચારતાં સ્પષ્ટ થાય છે કે જેણે ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો નથી અને જે કોઈ જીતેન્દ્રિય થયો નથી તેવો કદાપિ સ્થિતપ્રજ્ઞ કહેવાય નહીં. માટે જ કૃષ્ણપરમાત્માને પણ જેની પ્રજ્ઞા સ્થિત હોય તેને માટે જાહેર કરવું પડયું કે “વશે હિ યસ્યેન્દ્રિયાપિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા (ભ.ગીતા અ. ૨/૬૧) ઇન્દ્રિયો જેને વશ હોય છે તેની જ પ્રજ્ઞા કે બુદ્ધિ સ્થિર
કહેવાય છે.
,,
આમ વિચારતાં જણાય છે કે જે જીતેન્દ્રિય હોવાને લીધે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે તે કદી ઇન્દ્રિયોના વિષયનું ચિંતન કરતો નથી કા૨ણ કે ઇન્દ્રિયો પર તેનું નિયંત્રણ છે, ઇન્દ્રિયો તેના વશમાં છે. ઇન્દ્રિયો તેની માલિક કે સ્વામી નથી પરંતુ સ્થિતપ્રજ્ઞ પોતે ઇન્દ્રિયોનો સ્વામી છે અને ઇન્દ્રિયો સેવકો છે. તેથી તેને આજ્ઞાંકિત થઈને જ તેની સેવાર્થે જ તેઓ કામ કરે છે અગર નિષ્ક્રિય થઈને પડી રહે છે. તેથી સ્થિતપ્રજ્ઞનું મન ઇન્દ્રિયો સાથે બહિર્ગમન કરતું નથી અને વિષયભોગમાં આસક્ત થતું નથી માટે વિષયોનું ચિંતન કરવાનો પ્રશ્ન જ સ્થિતપ્રજ્ઞ માટે ઉત્પન્ન થતો નથી. માટે જ જીવનની આત્મવિસ્મરણ જેવી મહાન હોનારતથી તે બચી જાય છે. કારણ કે વિષયચિંતન ન કરવાથી વિષયોમાં તેની આસક્તિ થતી નથી અને આસક્તિ કે વિષયસંગથી બચેલો સ્થિતપ્રજ્ઞ કામનામાં પડતો નથી કારણ કે વિષયસંગ કે આસક્તિ કામના અગર વાસના જન્માવે છે અને જો તેવી કામના પૂરી ન થાય તો ક્રોધ ઉત્પન્ન થાય છે પરંતુ આવો પ્રશ્ન સ્થિતપ્રજ્ઞની સામે આવતો નથી. સ્થિતપ્રજ્ઞમાં ક્રોધના લીધે ઉત્પન્ન થતો અવિવેક કે સંમોહ અને સંમોહથી સ્વસ્વરૂપની સ્મૃતિનો નાશ અને સ્મૃતિનાશમાંથી બુદ્ઘિનાશ અને અંતે બુદ્ધિનાશથી થતું