________________
૬૭ર
सा तु = તે જ ૩પતેઃ મા = ઉપરતિની મર્યાદા છે.
જ્ઞાન, વૈરાગ્ય અને ઉપરતિની સંતૃપ્તિનું દર્શન કરાવતાં જણાવાયું છે કે ભોગવવા જેવી જે કોઈ વસ્તુઓ હોય, તેમાં સ્વાભાવિક રીતે મનુષ્યની પ્રવૃત્તિ જોવામાં આવે છે. જગતની વ્યક્તિઓ, પરિસ્થિતિ કે પદાર્થો પ્રત્યે વાસના જાગે છે અને ઇન્દ્રિયો સહજ રીતે જ જાણે કે અજાણે તેમના સ્વભાવ મુજબ વિષયગમન કરે છે. આંખ ખુલ્લી હોય એટલે સહજ રીતે રૂપ કે આકારના દર્શન થાય. વિશેષ પ્રયત્નથી કાન બંધ ન કર્યા હોય કે સુષુપ્તિમાં ન હોઈએ તો અનેક પ્રકારના અવાજ સંભળાય. આમ, દરેક ઈન્દ્રિયો પોતપોતાના વિષયનો ભોગ કરતી જોવા મળે છે. આવો સહજ ભોગ સર્વસામાન્ય છે. છતાં જે ભોગમાં મનુષ્યનું ચિત્ત આસક્ત થાય છે, તેવા ભોગની વાસના તીવ્ર થાય છે અને ભોગકર્મનું વારંવાર પુનરાવર્તન કરવા મનુષ્ય પ્રેરાય છે. પરંતુ જેને દઢ વૈરાગ્ય પ્રાપ્ત થયો છે તેણે વૈરાગ્યના અગ્નિમાં વાસનાઓનું દહન કર્યું છે. તેથી ભૌતિક જગતની દશ્ય કે શ્રાવ્ય વાસનાઓ તો તેનામાં હોતી નથી પરંતુ પરલોક કે સ્વર્ગની વાસનાઓની કાલ્પનિક કામના પણ તેઓના ચિત્તમાં ઊઠતી નથી. તદુપરાંત, જીવનયાત્રા ટકાવી રાખવા માટેની સહજ અન્નપાનાદિની, નિદ્રાની કે સ્નાનાદિની વાસના પણ ઘણીવાર પરમ વૈરાગ્યને સંપન્ન થયેલામાં જોવા મળતી નથી. આમ, જેઓ જે કંઈ આવી પડે તેનો ભોગ કરી અજગરવૃત્તિથી જીવન વ્યતીત કરતા હોય છે, તેમની તમામ વાસનાઓ નિવૃત્ત અને શાંત થયેલી હોય છે. આવી વૈરાગ્યજન્ય વાસનાની નિષ્ક્રિયતાને વૈરાગ્યની પરાકાષ્ઠા કહેવામાં આવે છે. “વૈરાસ્થિ પરોવઃ |”
દેહાદિમાં અહંભાવનો ઉદય ન થાય તેને અત્રે જ્ઞાનની પરમ અવધિ કહેલી છે. અર્થાત્ દેહ, ઈન્દ્રિય, પ્રાણ, અંતઃકરણ, અવયવો આદિમાં તે હું છું તેવું તાદાત્સ્ય ઉત્પન્ન ન થવું તથા તેવા તાદાત્મને લીધે તે સૌના કાર્યોમાં તત્ તત્ કાર્યો મારાં છે તેવો ભાવ પણ જેને ઉત્પન્ન થતો નથી