________________
તમામ અજ્ઞાનજન્ય પદાર્થોનું જ્ઞાનરૂપી અધિષ્ઠાન છે.
(છંદ-ઉપજાતિ)
प्रारब्धसूत्रग्रथितं शरीरं
प्रयातु वा तिष्ठतु गोरिव स्रक् । न तत्पुनः पश्यति तत्त्ववेत्ता आनन्दात्मनि ब्रह्मणि लीनवृत्तिः ॥४१७॥
गोः स्रक् इव
आनन्दात्मनि
ब्रह्मणि
लीनवृत्तिः
तत्त्ववेत्ता
= ગાય જેમ (પોતાના ગળામાં પહેરાવેલી) માળા (૨હે કે ન રહે તેની દરકાર કરતી નથી) (તેમ) આનન્દસ્વરૂપ
= બ્રહ્મમાં
– જેની વૃત્તિ લીન થઈ ગઈ છે તેવો
તત્ત્વજ્ઞાની
પ્રારબ્ધસૂત્રગ્રંથિત શરીરમ્ = પ્રારબ્ધ કર્મરૂપી દોરીમાં પરોવાયેલું શરીર
રહે કે જાય
તેને ફરીથી જોતો નથી.
प्रयातु तिष्ठतु वा तत् पुनः न पश्यति
૬૬૧
=
=
=
=
આત્મજ્ઞાનીની ઉદાસીન કે ઉપેક્ષા વૃત્તિનું દર્શન કરાવતાં અત્રે જણાવાયું છે કે જેવી રીતે ગાય અહીં ત્યાં ફરતી વખતે પોતાના ગળામાં પહેરાવેલી માળા સાબૂત છે કે તૂટી ગઈ, ગળામાં ટકેલી છે કે પડી ગઈ, તેની દરકાર કરતી નથી, તેવી રીતે જેની પોતાના બ્રહ્માનંદમાં વૃત્તિઓ લીન થઈ ગઈ છે તેવો તત્ત્વજ્ઞાની, પ્રારબ્ધરૂપી દોરીમાં પરોવાયેલો દેહ ટકી રહ્યો છે કે પડી ગયો છે તેની ફિકર કરતો નથી કે વારંવાર તેનું અવલોકન પણ કરતો નથી. આવા કથનથી સ્પષ્ટ થાય છે કે જેની બાહ્યવૃત્તિઓનું વિસ્મરણ થયું છે, અનાત્મવિચારોનું શમન થયું છે તેને દેહ સાથે નથી સંબંધ કે સંગ, કે નથી તે દેહના ધર્મોમાં આસક્ત. માટે જ દેહમાં નથી તેને રાગ કે દ્વેષ, નથી દેહને આલિંગન કે તિરસ્કાર, નથી તે આતુર દેહની સુરક્ષા માટે કે નથી તેને અપેક્ષા દેહને દંડ દેવાની. આમ, જ્ઞાની પોતાને અસંગ બ્રહ્મ સમજીને