________________
૬૨૪
(છંદ-ઉપજાતિ) यत्र भ्रान्त्या कल्पितं यद्विवेके
तत्तन्मात्रं नैव तस्माद् विभिन्नम् । श्रान्ते शे भ्रान्तिदृष्टाहितत्त्वं
रज्जुस्तद्वद्विश्वमात्मस्वरूपम् ॥३८॥ યત્ર પ્રાજ્ય સ્પિતિમ્ = જ્યાં ભ્રાન્તિથી કલ્પિત વસ્તુ જણાતી
હોય ત્યાં) यद्-विवेके = મૂળ વસ્તુનું યથાર્થ જ્ઞાન થતાં તત્ તત્ માત્રમ્ = તે મૂળવતુ જ રહે છે તમવિભિન્ન ન વ = તેનાથી ભિન્ન કંઈ જ હોતું નથી. भान्तेः नाशे = ભ્રાંતિનો નાશ થયા પછી થાન્તિવૃષ્ટ–હિતત્ત્વમ્ = ભ્રાંતિકાળે જોયેલો સાપ
= (વાસ્તવમાં) દોરી (જ) છે. तद्वत्
= તેવી રીતે .
= (ભ્રાંતિકાળે જણાતું) જગત आत्मस्वरूपम् = (વાસ્તવમાં) આત્મસ્વરૂપ (જ) છે.
સર્વનું અધિષ્ઠાન આત્મા એક અને પૂર્ણ છે. તેમ છતાં આત્મવસ્તુમાં ભ્રાંતિના લીધે અન્ય કલ્પિત વસ્તુ જણાય છે. તે કલ્પિત વસ્તુનું અસ્તિત્વ મૂળ આત્મવસ્તુનું અજ્ઞાન હોય ત્યાં સુધી જ ચાલુ રહે છે. પરંતુ મૂળ આત્મવસ્તુનું યથાર્થજ્ઞાન થતાં, તે કલ્પિત વસ્તુ મૂળ આત્મવસ્તુ જ છે, એમ સમજાય છે. તે કલ્પિત વસ્તુ કંઈ મૂળ આત્મવસ્તુથી ભિન્ન જણાતી નથી. જેવી રીતે ભ્રાંતિનો નાશ થયા પછી ભ્રાંતિના લીધે દોરીમાં દેખાયેલો સર્પ ત્યાં હોતો નથી પરંતુ દોરી, દોરીના મૂળ સ્વરૂપે જ જણાય છે. તેવી રીતે મૂળ આત્મવસ્તુમાં ભ્રાંતિથી કલ્પાયેલા દેહાદિ કે વિશ્વ, ભ્રાંતિનો નાશ ન થાય ત્યાં સુધી જ જણાય છે. પરંતુ ભ્રાંતિનો નાશ થયા પશ્ચાત ભ્રાંતિજન્ય
विश्वम्