________________
૬૨૦
સંનિષ્ઠ થઈ સ્થિત રહેવું એ જ અંતિમ ઉપદેશ છે.
(છંદ-ઉપજાતિ) विशुद्धमन्तःकरणं स्वरूपे
निवेश्य साक्षिण्यवबोधमात्रे । शनैः शनैर्निश्चलतामुपानयन्
पूर्ण स्वमेवानुविलोकयेत् ततः ॥३८४॥ साक्षिणि
= સાક્ષી સવનો માત્ર સ્વરૂપે = અને જ્ઞાનસ્વરૂપ એવા આત્મામાં વિશુદ્ધ મન્ત:રણમ્ = વિશુદ્ધ અંતઃકરણને . નિવેય શનૈઃ શનૈઃ = સ્થિર કરી ધીરે ધીરે નિશ્વરતાં ઉપનયન્ = નિશ્ચલ બની જવું તતઃ
= ત્યાર પછી स्वं पूर्णं एव = પોતાનું જ પૂર્ણાત્મા સ્વરૂપે अनुविलोकयेत् = દર્શન કરતા રહેવું.
આત્મદષ્ટિ હવેના પંદર શ્લોકમાં સર્વમાં આત્મદષ્ટિ કરવાનું સૂચન આપવામાં આવે છે. પોતાના વિશુદ્ધ અંતઃકરણને સાક્ષી તથા જ્ઞાનસ્વરૂપ આત્મામાં સ્થિર કરીને ધીરે ધીરે સ્વરૂપમાં અચળ થઈ પોતાના પૂર્ણાત્માનું જ દર્શન કરતાં રહેવું જોઈએ.
ઉપરોક્ત સંકેતથી સમજવું કે અંતઃકરણને રાગદ્વેષાદિ તથા કર્તા-ભોક્તાભાવરૂપી મલીનતાઓથી શુદ્ધ કર્યા બાદ, તેને આત્મામાં સ્થિર કરવું. તેનો અર્થ, અંતઃકરણની વૃત્તિ, વિક્ષેપ અને વિચારને ધીરે ધીરે શાંત થવા દેવા. જેમ શાંત સરોવરમાં નાંખેલો એક કાંકરો નાનું વર્તુળ રચે છે. ત્યારબાદ ધીમે ધીમે વર્તુળ મોટું થતાં ધીરે ધીરે સમગ્ર સરોવરનું સ્વરૂપ ધારણ કરી, વર્તુળના આકારને સરોવરમાં સમાવી, નાનું વર્તુળ સરોવરસ્વરૂપ થઈ જાય છે. તેમ શુદ્ધ અંતઃકરણ એટલે જ શુદ્ધબ્રહ્મ. ચિત્ત કે અંતઃકરણમાં