________________
૬૧૮
કે મિથ્યા સંસા૨થી ભિન્ન છે. તેવા અસતવિલક્ષણ આત્માને જ ધ્યાનનું કેન્દ્ર કે લક્ષ્ય બનાવી અખંડાકારવૃત્તિ દ્વારા આત્મભાવે ચિંતન કર.
(છંદ-અનુષ્ટુપ)
एनमच्छिन्नया वृत्त्या प्रत्ययान्तरशून्यया ।
उल्लेखयन् विजानीयात् स्वस्वरूपतया स्फुटम् ॥३८२॥
अच्छिन्नया
प्रत्ययान्तरशून्यया वृत्त्या उल्लेखयन्
एनम्
= (તૈલધારાવત) અખંડિત (અને)
=
- અનાત્મપ્રત્યયશૂન્ય (વિજાતીય વૃત્તિશૂન્ય)
= વૃત્તિથી ચિંતન કરતાં કરતાં
- એને (પરબ્રહ્મને)
=
સ્વસ્વરૂપતા સ્ફુટ વિનાનીયાત્ = પોતાના સ્વસ્વરૂપે સ્પષ્ટ જાણવું.
પૂર્વે જણાવેલા સ્વયંજયોતિ સ્વરૂપ અને સૌના સાક્ષી એવા આત્માને જાણવા અત્રે ધ્યાનની સૂક્ષ્મ પ્રક્રિયાનો નિર્દેશ કરતા જણાવ્યું છે કે, અખંડાકારવૃત્તિ દ્વારા કે અચ્છિન્નવૃત્તિથી અર્થાત્ ભગવાન શંકરના અભિષેક સમયે જળાધા૨ીમાંથી વહેતી જળની ખંડિત ધારા જેમ નહીં, પરંતુ અખંડિત તૈલધારા જેમ માત્ર સજાતીય વૃત્તિઓના પ્રવાહ જેવી અખંડાકારવૃત્તિ દ્વારા આત્મચિંતન કરવું. તેવા નિરંતર અસ્ખલિત ચિંતનપ્રવાહમાં અનાત્મવૃત્તિનું કોઈ વિધ્ન ન આવે તે માટે તમામ વિજાતીય વૃત્તિપ્રવાહને રોકવા કે તેનો નિષેધ ક૨વા અનાત્મપદાર્થોમાં દોષદૃષ્ટિ કરી, તેવા સૌ પદાર્થો અને પદાર્થોકાર વૃત્તિઓનો તિરસ્કાર કરવો. આવા તિરસ્કાર માટે વિશેષ પ્રયત્નની આવશ્યકતા નથી બલકે તૈલધારાવત આત્મચિંતનમાં મનને નિમગ્ન કરવામાં આવે અને એવું ડુબાડી રાખવામાં આવે કે તે બહિર્મુખ થઈ પદાર્થોને જોઈ ન શકે. થતાં, વિજાતીયવૃત્તિમાં મનને પ્રવાસ કરવાનો પ્રશ્ન જ રહેશે નહીં. તાત્પર્યમાં, આત્મચિંતન એવી અખંડ ભાવનાથી વિઘ્નરહિત નિરંતર કે અંતરાય વગરનું “થવું જોઈએ કે જેથી અનાત્માના વિચારો કે વૃત્તિને મનમાં પ્રવેશ જ ન મળે. એવા આત્મચિંતનને જ અત્રે મત્રિયા નૃત્યા પ્રત્યયાન્તરશૂન્યયા અર્થાત્ અખંડાકારવૃત્તિ દ્વારા અંતરાયશૂન્ય કે અનાત્મપ્રત્યય-રૂપી
આમ