________________
૬૧૪
मानसं लक्ष्ये ब्रह्मणि = મનને બ્રહ્મરૂપ લક્ષ્યમાં दृढतरं संस्थाप्य = અતિ દઢતાપૂર્વક સ્થિર કરીને લાલેન્દ્રિય સ્વસ્થાને વિનિ= બહિર્મુખી ઇન્દ્રિયોને પોતપોતાના સ્થાનમાં
પાછી સ્થિર કરી. निश्चलतनुः
= શરીરને પણ સ્થિર કરી देहस्थितिं च अपेक्ष्य = (પછી) શરીરની સ્થિતિ પર ધ્યાન
ન આપીને તન્મયતા રહ્યાત્મવયમ્ = તન્મયભાવથી જીવ અને બ્રહ્મનું ઐક્ય उपेत्य
= પ્રાપ્ત કરી ૨ અવકૃત્યાં માત્મનિ = અને અખંડાકારવૃત્તિ દ્વારા આત્મામાં अनिशं मुदा
= નિરંતર આનંદથી છે. ब्रह्मानन्दरसं पिब = બ્રહ્મના આનંદરસનું પાન કર. સઃ શૂઃ
= બીજી શ્રેયશૂન્ય भ्रमैः किम्
= ભ્રમણાઓનું શું પ્રયોજન છે?
ધ્યાન પ્રક્રિયા. | આદિ શંકરાચાર્યજી વૈરાગ્ય અને જ્ઞાનની પાંખો દ્વારા મુક્તિના અંતિમ શિખર ઉપર આરોહણ કરવાની સૂચના અને સંકેત આપ્યા બાદ ધ્યાનની સૂક્ષ્મ પ્રક્રિયાને પાંચ શ્લોક દ્વારા અત્રે સમજાવે છે.
મનને બ્રહ્મરૂપી લક્ષ્યમાં અતિ દેઢતાપૂર્વક સ્થિર કરીને બહિર્મુખી ઈન્દ્રિયોને પોતપોતાના સ્થાનમાં પાછી વાળી, તેના વિષયોથી નિવૃત્ત કરી, શરીરને સ્થિર કરવું જોઈએ, એવું દર્શાવે છે. તેનો તત્ત્વાર્થ એવો છે કે મનની ચંચળતા ઓછી કરવી, તેનું વિષયભ્રમણ અટકાવી દેવું અને તે દ્વારા વિક્ષેપ ઓછા કરવા. કારણ કે વિક્ષેપ જેટલા વધુ તેટલી મનની લક્ષ્ય ઉપર એકાગ્ર થવાની ક્ષમતા ઓછી અને વિક્ષેપો જેટલા ઓછા તેટલી મનની બ્રહ્મરૂપી લક્ષ્ય ઉપર એકાગ્ર થવાની ક્ષમતા, દક્ષતા અને સામર્થ્ય વધુ, તેવો સિદ્ધાંત છે. વિક્ષેપયુક્ત કે ચંચળ મન અશાંત હોય છે અને અશાંત મન બ્રહ્મભાવનામાં