________________
૫૯૨
ત્યારે જ બુદ્ધિની સર્વવૃત્તિઓના વિસ્મરણ જેવી સમાધિમાં પરમાત્મતત્ત્વનું જ્ઞાન થાય છે. માટે જ અત્રે સ્પષ્ટતા કરી છે કે શુદ્ધ બુદ્ધિવાળા આર્યપુરુષોએ અત્યંત સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા સમાધિ વડે પરમાત્મતત્ત્વ જાણવું જોઈએ. “समाधिनाऽत्यन्तसुसूक्ष्मदृष्ट्या, ज्ञातव्यमार्यैरतिशुद्धबुद्धिभिः ॥"
(છંદ-ઉપજાતિ) यथा सुवर्ण पुटपाकशोधितं
त्यक्त्वा मलं स्वात्मगुणं समृच्छति । तथा मनः सत्त्वरजस्तमोमलं
ध्यानेन सन्त्यज्य समेति तत्त्वम् ॥३६२॥
यथा
= જેવી રીતે તથા = તેવી રીતે પુરપાવશોધિતમ્ - કોડિયામાં નાંખી મનઃ
અગ્નિમાં શુદ્ધ કરેલું સત્ત્વાનસ્તમોત્તમ્ = સત્ત્વ, રજ સુવર્ણમ્ - સુવર્ણ
અને તમરૂપ મેલને માં ત્યવવા = મેલને ત્યાગી થાન = ધ્યાન દ્વારા સ્વાત્મગુણમ્ = પોતાના અસલી સજ્ય = ત્યાગી દઈને
ગુણને તત્ત્વમ્ = આત્મતત્ત્વને સમૃતિ = પ્રાપ્ત થાય છે સમેતિ = પામે છે.
પૂર્વના શ્લોકમાં જણાવ્યું છે કે સૂક્ષ્મ બુદ્ધિ દ્વારા પરમાત્મદર્શન શક્ય છે. તેથી એવી શંકા ન કરવી કે શુદ્ધ મન દ્વારા પરમાત્મદર્શન શક્ય નથી. જો એવી શંકા જાગે તો તેના સમાધાન માટે અત્રે સદાંત સમજણ આપવામાં આવી છે.
જેવી રીતે કોડિયામાં નાંખી, અગ્નિમાં શુદ્ધ કરેલું સુવર્ણ મેલને દૂર કરી પોતાના અસલી ગુણને પ્રાપ્ત થાય છે, તેવી જ રીતે મન પણ સત્ત્વ, રજસ અને તમસ જેવા મળનો ધ્યાન દ્વારા ત્યાગ કરીને આત્મતત્ત્વને