________________
૧૮૦
ત્યા૨ે તેવો આત્મજ્ઞાની જાણે છે કે વાસ્તવમાં ત્યાં કોઈ ગ્રંથિ જ નહોતી પરંતુ ગ્રંથિની ભ્રાંતિ અવશ્ય હતી. તેવી ભ્રાંતિનો પણ જ્ઞાનમાં નિઃશેષ વિલય કે બાધ થાય છે. માટે જ શ્લોકાર્થે જણાવ્યું છે કે આત્મદર્શનમાં “અજ્ઞાનહવયપ્રત્યે-નિઃશેષવિજ્ઞયસ્તવા ।”
ઉપર જણાવ્યું તેમ જો ગ્રંથિ કે ગાંઠ હતી જ નહીં, તો ગ્રંથિ કે ગાંઠથી છૂટકારો કેવો? અરે! જ્યાં ગ્રંથિ જ નથી ત્યાં બંધન કોનું અને કેવું? ગ્રંથિ જો ભ્રાંતિ છે તો તેનું ભેદન કેવું? શ્રુતિ પણ જણાવે છે કે “भिद्यते हृदयग्रथिः छिद्यन्ते सर्वसंशयाः ।
क्षीयन्ते चास्य कर्माणि तस्मिन् दृष्टे परावरे ॥"
[મુંડકોપનિષદ-૨/૨/૮] પરાત્પર પરબ્રહ્મને તત્ત્વથી જાણી લીધા પછી આ (જીવાત્મા)ના હૃદયની (અવિદ્યારૂપી) ગાંઠ ખુલી જાય છે; એના સર્વ સંશયો કપાઈ જાય છે અને (સારાં-નરસાં) તમામકર્મો નષ્ટ થઈ જાય છે.” આ ઉપરથી સ્પષ્ટ છે કે ઉપનિષદ પણ જ્ઞાન દ્વારા હૃદયગ્રંથિના ભેદનની વાત કરે છે. તેથી ઉપરની શંકા સહજ અને સ્વાભાવિક છે કે ગ્રંથિ જો ભ્રાંતિ છે તો ભેદન કેવું? તેવી શંકાનું સમાધાન ક૨વા વ્યાવહારિક જીવનનું દૃષ્ટાંત લઈ સમજીએ કે પંદરમી ઑગસ્ટ જેવા આઝાદીના દિને કે છવ્વીસ જાન્યુઆરી જેવા પ્રજાસત્તાક દિવસની ઉજવણી પ્રસંગે જ્યારે ધ્વજવંદન કરવામાં આવે છે ત્યારે ધ્વજ ફરકાવવા માટે પ્રથમ ધ્વજને ગાંઠ મારી થાંભલા ઉપર બાંધવામાં આવેલો હોય છે અને ધ્વજ વચ્ચે પુષ્પોની પાંદડીઓ મુકેલી હોય છે. આ ધ્વજને બાંધવા માટે જે ગાંઠ મારી હોય છે તેને સ૨કતી ગાંઠ (SLIP KNOT) કહેવામાં આવે છે, જેનાથી ધ્વજને બંધનમુક્ત કરવામાં આવે છે. તે ગાંઠ હકીકતમાં સાચી હોતી નથી. જો સાચી હોય તો ધ્વજવંદન સમયે મુખ્ય અતિથિ ગાંઠ મારેલી દોરી ખેંચે અને ધ્વજ મુક્ત થઈ ફરકવા માંડે તેવું બની શકે નહીં. પરંતુ આવી સકતી ગાંઠ તો, ગાંઠ જેવી દેખાય ખરી; પરંતુ ધ્વજને બંધનમાં નાંખી શકે નહીં અર્થાત્ ગાંઠ અનુભવાય ખરી, પણ તે વાસ્તવિક હોઈ શકે નહીં. તેવું જ હૃદયગ્રંથિનું છે. તે દેખાય ખરી, અનુભવાય ખરી, પરંતુ ભ્રાંતિકાળે જ તેનું