________________
પ૭ર
विदुषा
(છંદ-ગીતિ) एतत् त्रितयं दृष्टं सम्यक्रज्जुस्वरूप विज्ञानात् ।
तस्मात् वस्तु सतत्त्वं ज्ञातव्यं बन्धमुक्तये विदुषा ॥३४६॥ સ–રજુ-સ્વરૂપ-વિજ્ઞાનાત્ = દોરીના સ્વરૂપના સમ્યફ જ્ઞાન દ્વારા તત્ ત્રિતયં કૃષ્ણમ્ = આ ત્રણ (ઘટના) થતી દેખાય છે. .
[ (૧) દોરી પરના આવરણની નિવૃત્તિ
(૨) સર્પરૂપ મિથ્યાજ્ઞાનનો વિનાશ (૩) સર્પ જોતાં જ ઉપજતાં ભયની નિવૃત્તિ
અર્થાત્ ભયથી જન્મેલા વિક્ષેપની નિવૃત્તિ ] तस्मात्
= માટે
= વિદ્વાને बन्धमुक्तये = સંસારના બંધનમાંથી છૂટવા માટે सतत्त्वं वस्तु = (આત્મ) વસ્તુને તત્ત્વતઃ ज्ञातव्यम् = જાણવી જોઈએ.
દોરીના સ્વરૂપનું સમ્યફ કે યથાર્થ જ્ઞાન થાય તો નિશ્ચિત ત્રણ ઘટના ઘટી શકે. (૧). દોરી પર અંધારારૂપી આવરણ હતું તેની નિવૃત્તિ. (૨) દોરીને જ સર્પ માની ‘આ સર્પ છે', તેવા મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ, કે સર્પનો દોરીના જ્ઞાનામાં બાધ. (૩) સર્પદર્શનથી જન્મેલા મિથ્યા ભયની નિવૃત્તિ અર્થાત ભયજન્ય વિક્ષેપની નિવૃત્તિ.
પૂર્વે જોયું તેમ, આત્મવસ્તુનું યથાર્થ જ્ઞાન (૧) અવિદ્યાના આવરણને (૨) મિથ્યાજ્ઞાનને તથા વિક્ષેપશક્તિજન્ય દુઃખને નિવૃત્ત કરે છે. તમાનું વસ્તુ સતર્વ જ્ઞાતવ્ય વન્દમુળે વિતુષા’ ‘માટે વિદ્વાને બંધથી મુક્ત થવા આત્મવસ્તુને તત્વતઃ જાણવી જોઈએ.'
અંધારાનો સ્વભાવ કે ધર્મ, દોરીને સંતાડવાનો છે. જ્યારે અવિદ્યા