________________
પ૪ર
જણાવે છે કે, “મૃત્યોઃ + મૃત્યુ ઋતિ ય રૂદ નાનેવ પશ્યતિ !” (કઠોપનિષદ) જે અહીં (આ લોકમાં) ભેદભાવને જુએ છે તે મૃત્યુથી મૃત્યુને (જન્મમૃત્યુના ચક્રને) જ પ્રાપ્ત થાય છે.” જાતે જ જે મૃત્યુનો કોળિયો થવા પ્રબળ વેગથી મૃત્યુના મુખમાં પડે છે તેને ભય ન અનુભવાય તો શું? અગ્નિમાં કૂદવાથી શીતળતા કે શાંતિ મળી હોય તેવું જાણ્યું છે ખરું? માટે જ યજુર્વેદની તૈત્તિરીય શ્રુતિ પણ જણાવે છે કે, “હા હોવૈષ તસ્મિન્ હરમન્તર વા મથતી માં મતિ ” (તૈત્તિરીયશ્રુતિ- બ્રહ્માનંદવલ્લી) જ્યાં સુધી તે આ પરમાત્મામાં લેશમાત્ર ભેદ જુએ છે, ત્યાં સુધી તેને ભય છે.”
આમ હોવાથી જ આચાર્યશ્રી સ્પષ્ટ કરે છે કે, જો કોઈ વિદ્વાન હોવા છતાં પણ ક્યારેય અનંત બ્રહ્મ સાથે પોતાનો અણુમાત્ર પણ ભેદ જુએ છે કે જાણે છે, અર્થાત્ તસુમાત્ર પણ પોતાને બ્રહ્મથી આઘો ખસેડી કે જુદો જાણી, પોતાનામાં કે બ્રહ્મમાં ભેદ કરે છે, તે જ ક્ષણે તેને સંસારનો કે જન્મ-મૃત્યુનો ભય પ્રાપ્ત થાય છે. કારણ કે તેને પ્રમાદ દ્વારા અનંત, અખંડ, અદ્વિતીય અને અભેદ બ્રહ્મમાં ભેદ જોયો કે જાણ્યો અને તેવા ભેદથી જ પોતે શરીર બન્યો. આમ, પોતાને શરીર માનવું એટલે જ પોતાને જડ જાહેર : કરવો અને મૃત્યુને સ્વીકારવું. જે જડ છે, દશ્ય છે તેનો જન્મ છે અને જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. આમ, પોતે અજન્મા, અજાતીય, કુળ-ગોત્રથી રહિત હોવા છતાં પોતાને શરીર માની, બ્રહ્મથી જુદો જાણી, પોતે મૃત્યુને આધીન થઈ, ગર્ભની કારાવાસમાં કેદી બને છે. આવી કારાવાસનું કારણ અન્ય કંઈ નહીં પરંતુ પ્રમાદથી કરેલું ભેદચિંતન જ છે. માટે મુમુક્ષુએ ભેદદષ્ટિથી મુક્ત થઈ સંસારનો ભય દૂર કરવા જ પ્રયત્ન કરવો જોઈએ. ભેદમાં જ સંસાર છે. સંસારવાળા સંસારીને જ સંસારબંધનનો ભય છે, જન્મ-મૃત્યુના ચક્રનો શોક છે. અભેદદષ્ટિવાળા જ્ઞાનીને કે જીવન્મુક્ત અસંસારીને નથી ભેદદષ્ટિ, માટે જ નથી સંસાર કે તેનું બંધન. તો પછી ભય ક્યાંથી હોય? આમ, અભેદદષ્ટિમાં જીવન્મુક્તિ છે જ્યારે ભેદમાં જ મૃત્યુ છે, વિનાશ છે, તેનો આતંક અને ભય છે.