________________
પ૩૮
મૃત્યુઃ ને મસ્તિ = મૃત્યુ નથી. સહિતઃ
= ચિત્તને સમાધિસ્થ કરનાર સચ સિદ્ધિ તિ = સારી રીતે(મુક્તિ રૂપી) સિદ્ધિ પ્રાપ્ત કરે છે. સમાદિતાત્મા = (માટે) હે સમાદિતાત્મા ! सावधानः भव = તું સાવધાન થા.
પ્રમાદિત્યાગનો ઉપદેશ આપી, તેનું રહસ્યમય વિવરણ કર્યા બાદ, હવે તે સમગ્ર વિષયની વિચારણાનો ઉપસંહાર કરતાં, નિષ્કર્ષમાં ઉપદેશરૂપે આદિશંકરાચાર્યજી શિષ્ય કે મુમુક્ષુને સમજાવે છે કે વિવેકી અને બ્રહ્મજ્ઞાનીને આત્મચિંતનમાં કે બ્રહ્મવિચારરૂપી સમાધિમાં પ્રમાદ સિવાય મહાન અન્ય કોઈ મૃત્યુ નથી. તાત્પર્યમાં, પ્રમાદ એ જ દેહત્યાગ પૂર્વેનું આત્મવિસ્મૃતિરૂપી મરણ છે. માટે મુમુક્ષુએ સદા યાદ રાખવું કે ચિત્તને આત્મચિંતનમાં સારી રીતે નિમગ્ન રાખનાર જ મુક્તિરૂપી પરમ સિદ્ધિને પામે છે. માટે હે આત્મજ્ઞાનના જીજ્ઞાસુ તું સાવધાનીપૂર્વક એકાગ્રચિત્તવાળો થઈ, તારા ચિત્તને આત્મચિંતનમાં પરોવી દે. તે બાબતમાં લેશમાત્ર પ્રમાદ કરીશ નહીં. કારણ કે આત્મવિસ્મરણ જ પ્રમાદરૂપી મરણ છે. આત્મસ્મરણ જ સહજ સમાધિરૂપી જીવન્મુક્તિ છે. |
(છંદ-અનુષ્ટ્રપ) जीवतो यस्य कैवल्यं विदेहे स च केवलः ।
यत् किञ्चित् पश्यतो भेदं भयं ब्रूते यजुः श्रुतिः ॥३३०॥ जीवतः यस्य = જેને જીવતાં જ
= કેવલ્યપદ પ્રાપ્ત કરી લીધું છે સ: ૨
= માત્ર તે જ विदेहे
= દેહપાત થયા પછી केवलः
= કૈવલ્યમુક્તિ (વિદેહમુક્તિ) પામે છે. यत् किञ्चित् = જરા પણ भेदं पश्यतः = ભેદ જુએ છે તેને
कैवल्यम्