________________
૫૩૨
થતો નથી, તથા વિવેકપૂર્ણ બુદ્ધિ દ્વારા શરીરને પોતાનું આત્મસ્વરૂપ પણ માનતો નથી, તેવો આત્મજ્ઞાનમાં જાગેલો મુમુક્ષુ કદી પણ આત્મવિસ્મૃતિરૂપી લંપટ લલનાની માયાજાળમાં ફસાતો નથી કે શરીરના ભાગોની ભ્રાંતિમાં પણ પડતો નથી અને વિષયોથી નિવૃત્ત થવાને કારણે અધોગતિ તરફ ન જતાં ઉર્ધ્વગતિ કે ચિત્તશુદ્ધિના માર્ગે પ્રસ્થાન કરી અંતે બ્રહ્મભાવનાના બળે બ્રહ્મીભૂત થઈ જાય છે.
(છંદ-અનુષ્ટ્રપ) यथापकृष्टं शैवालं क्षणमात्रं न तिष्ठति ।
आवृणोति तथा माया प्राज्ञं वाऽपि पराङ्मुखम् ॥३२५॥ यथा
= જેવી રીતે અપકૃષ્ટ પૌવાનમ્ = (જળ ઉપરથી) દૂર કરેલી શેવાળ સમાત્રમ્ = ક્ષણમાત્ર ન તિષ્ઠતિ વા = (પણ) તે સ્થિતિમાં રહેતી નથી અને સાવૃતિ = (જળને) આવરી લે છે. तथा = તેવી રીતે माया अपि = માયા પણ (દૂર કરવા છતાં) पराङ्मुखम् = બહિંમુખ થયેલા
= જ્ઞાનીને (તેના આત્મસ્વરૂપને આવરણ કરે છે.)
આત્મચિંતનમાં જે કોઈ પ્રમાદી છે અને બ્રહ્મભાવનાની ઉપેક્ષા કરે છે, તેની કેવી દુર્દશા થાય છે તે સમજાવતાં જણાવાયું છે કે જેવી રીતે કોઈ પુરુષ નદી કે તળાવમાં સ્નાન માટે જાય અને ડૂબકી મારવા માટે હાથથી પાણી ઉપર જામેલી લીલ અગર શેવાળને હાથથી દૂર કરે છે અને લીલ ખસી જવાથી જે ચોખ્ખું પાણી દશ્ય થાય છે તેમાં ડૂબકી મારી અને ફરી પાણી ઉપર આવે છે તેટલી વારમાં તો તેણે ખસેડેલી લીલ પાછી પોતાની
प्राज्ञम्