________________
૫૨૮
બને છે. તેથી સ્પષ્ટ છે કે પ્રમાદ અસ્વાભાવિક, અસામાન્ય, અનાદરણીય છે. કોઈ મૃત્યુને શરણ થાય તો મૃત વ્યક્તિની ન તો ટીકાટિપ્પણ થાય, મૃત્યુ ન નિંદિત બને કે ન તેનો તિરસ્કાર થાય પરંતુ જે ઘરમાં મૃત્યુ થયું હોય ત્યાં સૌ કોઈ આશ્વાસન આપવા કે ખરખરો કરવા એકત્રિત થાય છે પરંતુ પ્રમાદીના આંગણે કોઈ આશ્વાસન આપવા જતું નથી. આમ, પ્રમાદ તો મૃત્યુથી પણ અધમ કક્ષાનો છે. તથા તિરસ્કારને પાત્ર છે. આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં જે કોઈ પ્રમાદ કરે છે, તેથી જાણતાં કે અજાણતાં પરમપુરુષાર્થ જેવા મોક્ષની ઉપેક્ષા થાય છે અને મનુષ્યજન્મ એળે જાય છે, બંધન સઘન બને છે. તેને જ અત્રે મહાન અનર્થ કહ્યો છે અને જણાવ્યું છે કે પ્રમાદથી મોહ અર્થાત્ અજ્ઞાન જન્મે છે અને તેવા મોહરૂપી અજ્ઞાન દ્વારા જ બુદ્ધિ અહંકારી બને છે. તેવી અહંકારી બુદ્ધિ જ અનાત્મા સાથે તાદાત્મ્ય કરી મળ-મૂત્રના સંગમાં રહેલા, લીંટ, પીયા, માંસ, ચરબી, ૨ક્ત અને અસ્થિપિંજર જેવા જડ શ૨ી૨ને પોતાનું સાચું સ્વરૂપ માને છે અને પોતાના મૂળ આત્મસ્વરૂપ કે જે સત, ચિત, આનંદસ્વરૂપ છે તેનું સ્વરૂપાનુસંધાન કે ચિંતન છોડી નિશદિન, ક્ષણેક્ષણે દેહચિંતન જ કર્યા કરે છે. આવી અહંકારી બુદ્ધિ જ દેહના સુખભોગ માટે, જગતમાં જીવાત્માને શરીર સાથે અનેક સ્થળોએ દોડાવે છે, અપમાનિત કૃત્યો કરાવે છે અને તેમ કરવામાં ક્ષણિક વિષયસુખ માટે શ૨ી૨ પાસે અથાગ પ્રયત્ન કરાવી તેને થકવે છે, તથા આધિ-વ્યાધિગ્રસ્ત કરે છે. અહંકારી બુદ્ધિના આવા અનેક અવિવેકી નિર્ણયો સુખની ખાણ જેવા આત્મસ્વરૂપને છોડાવી નિરંતર વિષયભ્રમણ કે સંસારની યાત્રા કરાવે છે. તેવી યાત્રાથી દુઃખ સિવાય કંઈ જ હાથમાં આવતું નથી અને જો વિષયસુખ મળે તો પણ તે ક્ષણભંગુર હોવાથી વિષયના અભાવમાં પુનઃ દુઃખ જ હાથમાં આવે છે. આમ, ‘હું શરીર છું', તેવો નિર્ણય મોહ પામેલી બુદ્ધિ દ્વારા જ થાય છે. માટે અત્રે સ્પષ્ટ કર્યું છે કે અહંકારી બુદ્ધિ સંસારબંધન પેદા કરે છે અને તેવા સંસારબંધનથી દુ:ખ કે વ્યથા જન્મે છે. આવી દુઃખદાયક વ્યથાની કથાનો પ્રારંભ તો પ્રમાદના હાથે જ થાય છે. માટે જ પ્રમાદ તો શરીરના મૃત્યુ પૂર્વે જ મુમુક્ષુને દુઃખના દરિયામાં ડુબાડી, વિષયની ચિંતામાં નાંખી ચિતાની જેમ બાળે છે માટે મ૨ણ