________________
૫૨૭
બ્રહ્મચિંતનનો ઉપાય દર્શાવ્યો અને હવે આઠ શ્લોક દ્વારા મુમુક્ષુ ઉપર અનુગ્રહ કરી બ્રહ્મચિંતન સંબંધે પ્રમાદનો ત્યાગ કરવાનો ઉપદેશ આપે છે. તેમાં પ્રથમ બે શ્લોકમાં પ્રમાદથી મહાન અન્ય કોઈ મૃત્યુ નથી તથા શરીરત્યાગ એ સાચું મૃત્યુ નથી પરંતુ અવિવેકી તો તે પૂર્વે જ અનેક વાર મરે છે તેવું શ્રુતિસંમત તર્ક દ્વારા સમજાવે છે.
બ્રહ્માજીના પુત્ર સનત્સુજાતે રાજા ધૃતરાષ્ટ્રને ઉપદેશ આપતાં કહેલું કે, ‘પ્રમાવું મૈં મૃત્યુઃ’ પ્રમાદ એ નિશ્ચિત મૃત્યુ છે.’ અને તેવો જ ઉપદેશ સનત્સુજાતનો ઉલ્લેખ કરી આચાર્યશ્રીએ અત્રે આપ્યો છે કે પ્રમાદ અર્થાત્ આત્મજ્ઞાન, આત્મસાક્ષાત્કાર કે મોક્ષની પ્રાપ્તિ માટે નિષ્ક્રિય રહેવું, આળસ ક૨વી અને ધર્મ, અર્થ, કામ,જેવા પુરુષાર્થો પાછળ સમય વેડફી નાંખવો, પરંતુ જેને પરમ પુરુષાર્થ કહેવામાં આવે છે તેવા મોક્ષની ઉપેક્ષા કરવી, તે જ પ્રમાદ છે. માટે કોઈ પણ ભોગે આવો પ્રમાદ કરવો નહીં. 'प्रमादो ब्रह्मनिष्ठायां न कर्तव्यः
6
,
મૃત્યુ એ અત્યંત સરળ અને સ્વાભાવિક જીવનની અંતિમ ઘટના છે, તે નિર્વિવાદ છે. મૃત્યુનું નિવારણ શક્ય જ નથી કારણ કે જે જન્મે છે તેનું મૃત્યુ અવશ્ય છે અને મૃત્યુ પામેલાનો પુનર્જન્મ છે. એવી ઈશ્વ૨૨ચિત ઘટમાળથી કોઈ પણ દેહધારી બચી શકે તેમ નથી. તેવું ગીતાજી દ્વારા પણ ઉપદેશાયેલું છે. ‘‘નાતસ્ય હિ ધ્રુવો મૃત્યુઃ ધ્રુવં નન્મ મૃતસ્ય ૬ ।” (ભ.ગીતા. અ. ૨/૨૭) તદુપરાંત, દેહ તો વિકારી છે તેથી વિકારોના ક્રમમાં તે અંતે મૃત્યુ કે વિનાશ જેવા વિકારને આધીન થાય તેમાં તો સંશય કેવો? મસ્તિ, નાયતે, વર્થતે,વિરમતે,ઞપક્ષીયતે,વિનશ્યતિ । આવા ષવિકા૨ોને શરણ થવું તે કંઈ દેહ માટે નિંદાને પાત્ર નથી. જ્યારે તેથી ઊલટું પ્રમાદ કરવો, આળસ કરવી એ તો જીવનવ્યવહા૨માં પણ નિંદાને પાત્ર છે. એટલું જ નહીં, પરંતુ પ્રમાદ એ મૃત્યુ જેમ સ્વાભાવિક રીતે સ્વીકારવામાં આવેલી ઘટના નથી. પરંતુ પ્રમાદી વ્યક્તિનો સૌ કોઈ તિરસ્કાર કરે છે, તેની ઉપેક્ષા થાય છે તથા તે જાહે૨માં કે અંગત રીતે ટીકાને પાત્ર