________________
પરપ છે. તેથી શ્રુતિએ પણ ગાયું કે તરત શોમાત્મવત્ ' -
- (છંદ-ઉપજાતિ) दृश्यं प्रतीतं प्रविलापयन् स्वयम्
सन्मात्रमानन्दघनं विभावयन् । समाहितः सन् बहिरन्तरं वा
कालं नयेथाः सति कर्मबन्धे ॥३२१॥ વર્મનન્ય સતિ = કર્મબંધન શેષ હોય તો प्रतीतं दृश्यम् = આ પ્રતીયમાન દશ્યનો प्रविलापयन् = લય કરતાં કરતાં સ્વયં માનન્દનમ્ = પોતાના આનન્દઘન સ્વરૂપ, (અને) સન્મા– વિમાવય = સત્તા માત્ર સ્વરૂપની ભાવના કરતો રહી વઃિ સન્તર વા = અંદર અને બહારથી સમાહિતઃ સન્ = સમાધિસ્થ થઈ વાસં થાઃ = સમય વિતાવ.
કર્મ, વિષયચિંતન અને વાસનાત્યાગનું વિવેચન કરી તેવા ત્યાગની ચર્ચાને અંતે સમાપન કરતાં શિષ્યને ઉપદેશ આપવામાં આવે છે કે, “હે શિષ્ય!તને જો હજી પણ કરેલાં કર્મનું ફળ ભોગવવું અર્થાત્ પ્રારબ્ધનો ભોગ કરવો એ બંધનરૂપ લાગતું હોય તો આ સમગ્ર દેશ્યજગતને તારા અધિષ્ઠાનરૂપી બ્રહ્મની અંદર સમાવવાનો પ્રયત્ન કર. અર્થાત્ તારું નિજસ્વરૂપ જે આત્મારૂપી અધિષ્ઠાન છે, તેમાં સમગ્ર દશ્યપ્રપંચરૂપી જગતને આરોપ સમજી સમાવી લે. જેવી રીતે દોરી સાપને પોતાનામાં વિલીન કરે છે, ચલચિત્રનો પડદો ચિત્રોને પોતાનામાં સમાવી લે છે, તેમ તું પણ જગતના પાત્રો, પદાર્થો, દશ્યો વગેરેને સમાવી લે. તથા તારા ચિત્તની અંદર સ્વપ્નકાળે અને જાગ્રતમાં તારી બહાર જે કંઈ અનિત્ય જડ પદાર્થો દેખાય છે, તેનો નાશ કે નિવૃત્તિ કરતાં કરતાં સાવધાન રહી તારા પોતાના સસ્વરૂપ