________________
૫૨૪
વિશે વિતે સતિ = જેમ સૂર્ય ઊગ્યા પછી તમ: તમઃ ફાર્યમ્ = અંધારું કે અંધારાનું કાર્ય अनर्थजालम् = (ચોરી વગેરે) અનર્થોની જાળ न दृश्यते = દેખાતા નથી. तथा
= તેવી રીતે મદયાનન્દરસાનુમતી = અદ્વૈત આનંદરસ અનુભવ્યા પછી વન્થ: ન વ મતિ = સંસારરૂપ બંધન નથી વ ન :વાથ: = કે દુ:ખની ગંધ પણ નથી.
પ્રભાકરના પ્રકાશનો ઉદય થતાં જ જેવી રીતે ઘોર અંધારી રાતનો સંપૂર્ણ રીતે નાશ થાય છે, તેવી જ રીતે સદ્ધાસના કે બ્રહ્મવાસનાના પ્રાગટયમાં જ અહંકાર સહિત મોટામાં મોટી વાસનાઓનો પણ અસ્ત થાય છે. અજવાળું અને અંધારું બન્ને એકબીજાના પૂર્ણ વિરોધી હોઈ, એક જ સ્થળે, સમાન સમયે, એક સાથે અસ્તિત્વમાં હોઈ શકે નહીં. તેવી જ રીતે બ્રહ્મવાસના અને વિષયવાસના અગર અહેવાસના = આત્મવાસના અને અહંકારીવાસના = અનાત્મવાસના પણ અન્યોન્યના પૂર્ણવિરોધી હોઈ, એક ' સાથે સમાન સમયે એક જ દેશમાં સંભવી શકે નહીં. માટે જ આત્મવાસના કે બ્રહ્મવાસનાના ઉદયમાં ન બચી શકે બ્રહ્મથી ભિન્ન કંઈ કે વૈતવાસના. માટે જ બ્રહ્મવાસના દ્વારા બ્રહ્મભાવનામાં સર્વ અનાત્મવાસનાને વિલીન કરવી જોઈએ.
માટે જ શ્લોકમાં કહ્યું છે કે સૂર્યના ઉદય પછી અજવાળામાં ચોરી વગેરે ઉપદ્રવો કે અનર્થો જે અંધારામાં જણાય છે તે સૌ અદશ્ય થઈ જાય છે. તે જ પ્રમાણે જેણે અદ્વિતીય આત્માના આનંદરસનો અભેદ અનુભવ કર્યો છે, તેને સંસારબંધન કે તેનાથી ઉત્પન્ન થતાં દુઃખની ગંધ પણ અનુભવાતી નથી. કારણ કે સંસારનું દુઃખ, તેનું બંધન, આત્માના આનંદસ્વરૂપથી કે નિત્યમુક્ત સ્વભાવથી પૂર્ણવિરોધી છે. માટે આત્માના આનંદનો ઉદય થતાં જ બંધન કે દુઃખ જેવા અનર્થો કે ઉપદ્રવો અદૃશ્ય થઈ નિવૃત્ત થઈ જાય