________________
पूर्णात्मना निर्विकल्पः ब्रह्मणि तूष्णीं समास्व
=
यथा
=
=
૫૧૨
અહંકારના નાશથી પરમ લાભ થાય છે તેવું સમજાવવા જણાવ્યું છે કે અહંકારાદિ વૃત્તિઓને સારી રીતે નિવૃત્ત કર્યા બાદ, રાગરહિત થઈને આત્મજ્ઞાનસ્વરૂપ પારમાર્થિક લાભને પ્રાપ્ત કર, તેવા પારમાર્થિક લાભથી સંકલ્પવિકલ્પ રહિત થઈ અર્થાત્ નિર્વિકલ્પ બનીને આત્મસુખનો અનુભવ કરી શકાય છે. માટે તે સુખના અનુભવ પછી હે શિષ્ય! તું તારા પૂર્ણ સ્વરૂપે બ્રહ્મમાં જ સ્થિતિ કર અને ‘તૂળી સમાસ્વ’ અર્થાત્ મૌન થઈ શાંતિનો
અનુભવ કર.
=
પૂર્ણ (અને)
નિર્વિકલ્પ બ્રહ્મમાં
મૌન પ્રાપ્ત કર.
શિષ્યને, અહંભાવની વૃત્તિઓનો ત્યાગ કરી, સકામ નિષ્કામ સર્વે કર્મોનો સંગ છોડી, કામનાઓનો સંઘાત તોડી, શંકા અને સંદેહોનો સાથ ત્યાગી, તર્કવિતર્કના વમળને ઓળંગી, પોતાના બ્રહ્મસ્વરૂપમાં મૌન ધારણ કરવાનો ઉપદેશ અપાયો છે. જ્યારે શંકા-કુશંકા સમાપ્ત થાય, કર્મથી ઉ૫૨ામ થવાય, ત્યારે વાસનાગ્નિથી શાંત થતાં જીવનમાં કોઈ અપેક્ષા, આકાંક્ષા બચતી નથી. તેવો કામનારહિત પુરુષ જ કૃતકૃત્ય થાય છે. માટે શિષ્યને આત્મસુખ અનુભવવા વાણીનું, વિચારનું અને કર્તવ્યનું મૌન જ ઇષ્ટ છે. તેવા તાત્ત્વિક મૌનમાં જ અતીન્દ્રિય સુખ અનુભવી શકાય છે અને એવું મૌન જ તત્ત્વાર્થે એકાન્ત કે નિર્જન દેશ છે. .
(છંદ–ઉપજાતિ)
समूलकृत्तोऽपि महानहं पुनर्व्युल्लेखितः स्याद्यदि चेतसा क्षणम् ।
संजीव्य विक्षेपशतं करोति
नभस्वता प्रावृषि वारिदो यथा ॥ ३१०॥ જેમ