________________
પ૧૦
અને સંસારીથી નિર્લેપ છે, તેને વળી સંસારનું બંધન કેવું? કે સંસારથી તરણની અપેક્ષા ક્યાં? સંસારના પાણી વિના સંસારમાં કોઈ ડૂળ્યો હોય તેવું સાંભળ્યું છે ખરું? તે જ ન્યાયે જેને સંસારબંધન નથી તેને મુક્તિનો પ્રયત્ન કેવો? આમ વિચારતાં સ્પષ્ટ છે કે જે કોઈ આત્મસ્વરૂપમાં નિષ્ઠાવાન હોય, સર્વત્ર, સર્વમાં, સર્વાત્મદર્શન કરતો હોય, તેને પોતે અને સર્વ કોઈ આત્મસ્વરૂપે નિત્યમુક્ત જ જણાય છે. તેમ હોવાથી વાસ્તવમાં સંસાર અજ્ઞાની કે અહંકારીને જ સંભવે છે, જ્ઞાનીને કદી નહીં.
(છંદ-ઉપજાતિ) तस्मादहंकारमिमं स्वशत्रु
भोक्तुर्गले कंटकवत् प्रतीतम् । विच्छिद्य विज्ञानमहासिना स्फुट
भुंश्वात्मसाम्राज्यसुखं यथेष्टम् ॥३०॥ तस्मात्
= માટે भोक्तुः गले = ભોક્તાના ગળામાં
દwવત્ પ્રતીતમ્ = કાંટાની જેમ ખટકતા इमम्
= આ સ્વશત્રુ મહંઝારમ્ = અહંકારરૂપી પોતાના શત્રુનો વિજ્ઞાનમહાશિના = વિજ્ઞાનરૂપી મોટી તલવાર વડે
= સારી રીતે विच्छिद्य = સંહાર કરીને માત્મસામાન્યસુહમ્ = આત્મસામ્રાજ્યનું સુખ यथेष्टम् = સ્વતંત્રતાથી
= ભોગવ.
स्फुटम्
भुंव
આહારનો આસ્વાદ માણવાની ઇચ્છાવાળાએ અન્નમાં આવેલો કાંટો કે કાંકરીને મહાન વિજ્ઞ માની દૂર કરવો પડે છે અને ત્યારબાદ અન્નનો