________________
૪૯૬
પણ તેનું અસ્તિત્વ પુરવાર થવાથી તે નિત્ય છે. શ્રુતિ પણ “મહેમ શબ્દથી ઓળખાતા આત્માને “મનો નિત્યઃ શાશ્વતોગ' (કઠોપનિષદ-૧/૨/૧૮) “જે અજન્મા, નિત્ય અને શાશ્વત છે” એવું જણાવે છે. તેથી સ્પષ્ટ થાય છે કે તે આત્મા, જે સૌનો અંતર્યામી છે, તે નથી સત કે નથી અસત અર્થાત વ્યક્તવ્યક્તથી વિલક્ષણ છે. તેને કાર્ય-કારણથી વિલક્ષણ પણ કહેવાય છે, કારણ કે જે વ્યક્ત છે તે કાર્ય છે અને અવ્યક્ત છે તે કારણ કહેવાય છે. આમ, જો વ્યક્તને કાર્ય જડ કે જન્મેલાના વર્ગમાં મૂકીએ તો તે સત છે અને અસત અર્થાત જે અવ્યક્ત છે તે. આમ વિચારતાં માયા અવ્યક્ત હોવાથી તમામ વ્યક્તનું કારણ છે, તેથી માયાને અસત કારણ પણ કહી શકાય. આમ, . આત્મા સર્વનો સાક્ષી છે, નિત્ય છે, અંતર્યામી છે તથા સત-અસતથી વિલક્ષણ
(છંદ-ઉપજાતિ) विकारिणां सर्वविकारवेत्ता
_ नित्योऽविकारो भवितुं समर्हति । मनोरथस्वप्नसुषुप्तिषु स्फुटं
પુનઃ પુનાષ્ટમસત્ત્વમેતયો: ર૬દ્દા एतयोः
= (દશ્યપદાર્થ અને અહંકાર) બન્નેનું મસત્ત્વમ્ = મિથ્યાપણું મનોરથ સ્વપ્નસુપુતિષ = મનોરાજ્ય, સ્વપ્ન અને સુષુપ્તિ સમયે पुनः पुनः = વારંવાર स्फुटं दृष्टम् = સ્પષ્ટ જોવામાં આવે છે. (તેથી) विकारिणाम् = (અહંકાર વગેરે) વિકાર પામનારાઓના सर्वविकारवेत्ता = બધા જ વિકારોનો જાણનાર, नित्यः अविकारः = નિત્ય અને નિર્વિકાર भवितुं समर्हति = જ હોવો જોઈએ.