________________
૪૯૩
यत् सत्यभूतम् = જે સત્ય જિત્ મલયાનનમ્ = ચૈતન્ય, અદ્વિતીય, આનંદસ્વરૂપ, अरूपम्
= રૂપ વગરનું, अक्रियम्
= નિક્તિ , છે તદ્ ગાદ્ય નિનરૂપમ્ = તે પોતાના આદ્ય-નિજ સ્વરૂપને एत्य
= પ્રાપ્ત કરીને, તૂષવત્ ૩૫ત્તમ્ વેશમ્ = ભવૈયાની જેમ ધારણ કરેલો વેશ (છોડી દે છે) आत्मनः
= તેમ આત્મા પતતુ મિથ્યા વધુ = આ શરીરરૂપી મિથ્યાવેશને उत्सृज
= ત્યાગી દે. * જે ત્રણે કાળે રહેનારું સત્યસ્વરૂપ છે, ચિસ્વરૂપ તથા અદ્વિતીય આનંદ સ્વરૂપ છે, અક્રિય છે, તે જ બ્રહ્મ પોતાનું સ્વરૂપ છે. એમ વિચારી, બ્રહ્મસ્વરૂપ થઈ, જેવી રીતે નાટકમાં પાત્ર ભજવનારો નાટકની પૂર્ણાહુતિ બાદ પોતાની કુત્રિમ વેશભૂષાનો ત્યાગ કરે છે, એમ તું આ મિથ્યા દેહરૂપી વસ્ત્રોનો ત્યાગ કરી દે અર્થાત દેહરૂપી વસ્ત્રોથી, દેહ દ્વારા ભજવતા પાત્રો ઉપરની આસક્તિ કે અભિમાનને છોડી દે.
વાસ્તવમાં તો જેમ નાટકનો અભિનેતા પોતાના પાત્રથી જુદો છે, પોતાની વેશભૂષાથી ન્યારો છે તેમ જગતના રંગમંચ ઉપર જુદી જુદી ઉપાધિને ધારણ કરનારો જીવાત્મા પણ ઉપાધિથી મુક્ત છે અને સ્થળ, સૂક્ષ્મ કે કારણ શરીર જેવા દેહરૂપી વસ્ત્રોથી ન્યારો છે. પરંતુ જ્યાં સુધી જીવાત્મા ઉપાધિ કે દેહમાં આસક્ત છે ત્યાં સુધી જીવાત્મા ઉપાધિ અને દેહનો અભિમાની બને છે અને બંધનમાં પડે છે. પરંતુ જેમ નાટકનો અભિનેતા જવનિકાની પાછળ કે નેપથ્યમાં ઊભો રહી અથવા ગ્રીનરૂમમાં જઈ પોતાની વેશભૂષા કે કૃત્રિમ રંગરોગાન ઉતારી દે છે અને સ્વયંને પોતાના પાત્રથી ન્યારો કે જુદો સમજે છે, તે જ પ્રમાણે પ્રત્યેક જીવાત્માએ ચિંતન-મનનરૂપી નેપથ્યમાં જઈ પોતાની ઉપાધિ, અહંકાર કે દેહરૂપી વસ્ત્રોનો બ્રહ્મભાવના દ્વારા ત્યાગ