________________
૪૮૮
છે કે “મgeમાવેન વિતાથ તૂળી ભવ ”
જ્યાં સુધી સાધક કે મુમુક્ષુ ઘડા જેવી દેહરૂપી ઉપાધિમાં આસક્ત હોય છે, ત્યાં સુધી તેના મનમાં ચંચળતા અને વિક્ષેપ રહે છે. આથી ચંચળતા કે વિક્ષેપ, જેટલો વધારે તેટલી શાંતિ ઓછી અને તે જ ન્યાયે ચંચળતા કે વિક્ષેપ જેટલો ઓછો તેટલી શાંતિ વધારે. માટે જ દેહરૂપી ઉપાધિનો ત્યાગ કરી નિરુપાધિક આત્મા જોડે અભેદભાવ અનુભવવાનું સૂચન કરાયું છે. તેમ કરવાથી જ મનની ચંચળતા અને વિક્ષેપનો નાશ થાય છે અને આત્માની શાશ્વત શાંતિ અનુભવી શકાય તેમ છે.
તાત્પર્યમાં મુમુક્ષુએ શરીરરૂપી ઉપાધિનો ત્યાગ કરવો જોઈએ. શરીરનો અભિમાની જીવાત્મા, ઘટાકાશ જેવો છે. જેમ ઘડો ફૂટતાં ઘટાકાશ અતૂટ અને અફ્ટ રહે છે તેમ શરીરરૂપી ઘડાનો નાશ થવા છતાં ઘંટાકાશ જેવો જીવાત્મા અવિનાશી અને અવિકારી રહે છે. તેથી જેમ ઘટાકાશ મહાકાશમાં લય પામે છે, તેમ તું તારા જીવાત્માનો પરબ્રહ્મમાં લય કરી, “તું બ્રહ્મ છે', એવી બ્રહ્માનુભૂતિ કર. તેવો જ શ્લોકગત છૂપાયેલો તાત્ત્વિક સંકેત છે.
| (છંદ-અનુપ) स्वप्रकाशमधिष्ठानं स्वयंभूय सदात्मना ।
ब्रह्माण्डमपि पिण्डाण्डं त्यज्यतां मलभाण्डवत् ॥२६०॥ स्वप्रकाशं सदात्मना = સ્વયંપ્રકાશ (એવા) સ્વસ્વરૂપે अधिष्ठानं स्वयंभूय = સ્વયંને જગતનું અધિષ્ઠાન જાણી હાકું પિ પિvesમ્ = પિંડ (શરીર) અને બ્રહ્માંડ એ
બને ઉપાધિઓનો मलभाण्डवत्
= કચરો ભરેલા ટોપલાની માફક त्यज्यताम्
= ત્યાગ કરી દે. પૂર્વેના શ્લોકમાં શરીરરૂપી ઉપાધિનો ત્યાગ કરવાનું અને જીવ એ જ બ્રહ્મ છે તેવું જ્ઞાન પ્રાપ્ત કરવાનું સૂચન અપાયું. તે જ વિચારનો વિસ્તાર