________________
૪૬૩
તો વાસનયા = લોકવાસના, शास्त्रवासनया = શાસ્ત્રવાસના, રેહવાસના ૨ કપ = દેહવાસનાને કારણે પણ નન્તો:
= જીવને यथावत् एव = જેવું થવું જોઈએ તેવું જ ज्ञानम्
= જ્ઞાન न जायते
= થતું નથી. જેને વાસનાબંધનથી મુક્ત થવું છે અને આત્માનંદની અલૌકિક અનુભૂતિ કરવી છે, તેણે સૌ પ્રથમ “સોજાનુવર્તન ત્યવત્તા' અર્થાત્ લોકોને અનુસરવાનું છોડી દેવું જોઈએ. તાત્પર્યમાં લોકો વાહ, વાહી કરે, સ્તુતિ કરે પ્રશંસા કરે અને પ્રોત્સાહન આપે તેવા કાર્યમાં કૂદી પડવું ન જોઈએ. કારણ કે તેમ કરવાથી તો આપણું વર્તન લોકોને રાજી રાખવા માટે થયું કહેવાય તથા લોકોની નજરમાં માન, મોભો કે મહત્તા મેળવવા માટે કરેલું કાર્ય કહેવાય. જે લોકો કોઈ પણ કાર્ય કરતી વખતે તે કાર્ય યોગ્ય છે કે અયોગ્ય, ઈષ્ટ છે કે અનિષ્ટ, એવો વિવેક કર્યા વિના માત્ર લોકોનું પ્રમાણપત્ર મેળવવા માટે જો કર્મ કરે તો તેવું કર્મ વિવેક દ્વારા થયું કહેવાય નહીં પણ લોકોને ખુશ કરવા અગર પોતાના અહંકારને ખોટું પોષણ આપવા માટે તથા સમાજમાં પ્રતિષ્ઠા માટે થયેલું, અજ્ઞાની લોકોના આચરણનું આંધળું અનુકરણ કહેવાય છે. જો આવું કરવાની કુટેવ પડી જાય તો મુમુક્ષુ સત્કાર્ય છોડી અજ્ઞાનીઓના અસદ્વર્તનનું અનુકરણ કરી પ્રતિષ્ઠાની વાસના પૂર્ણ કરવા અધોગતિમાં પડે છે. માટે તેવા અજ્ઞાની લોકોની અજ્ઞાનમય ક્રિયાનું અનુકરણ છોડવું જોઈએ. તેવા સાત્ત્વિક ત્યાગ માટે જ આચાર્યશ્રીએ જણાવ્યું કે “તોવાનુવર્તન ત્યા !”
દાનુવર્તનં ત્યવા' અહંભાવ મમભાવ, દેહાત્મબુદ્ધિ કે અધ્યાસ દ્વારા જે દેહને પોતાનું સ્વરૂપ માને છે, દેહના મમત્વ કે આસક્તિ દ્વારા પોતાને દેહનો માલિક સમજે છે અને દેહને પોતાની વ્યક્તિગત ખાનગી મિલકત