________________
સૌનો બાધ થઈ જાય છે. આમ, સ્વપ્નના પદાર્થોની જેમ જાગ્રતના પદાર્થો અને દેહાદિનું અનિત્યત્વ કે મિથ્યાત્વ સમજાય છે માટે પ્રશાંત, નિર્મળ, અદ્વિતીય અને દેશ-કાળ-વસ્તુથી અપરિચ્છિન્ન એવું જે બ્રહ્મતત્ત્વ છે તત્ ત્વમ્ અતિ ‘તે તું જ છે' એવો સાક્ષાત્કાર કર.
(છંદ–૨થોદ્ધતા)
यत्
तत् ब्रह्म त्वं असिं
आत्मनि
भावय
जातिनीतिकुलगोत्रदूरगं नामरूपगुणदोषवर्जितम् । देशकालविषयातिवर्ति यद्
ब्रह्म तत्त्वमसि भावयात्मनि ॥ २५५॥
=
૪૪૧
નાતિ-નીતિ-ન-ગોત્ર ટૂરામ્= જાતિ, નીતિ, કુલ, ગોત્રથી દૂર છે,
નામ-૧પ-શુળ-વોષવર્જિતમ્ નામ, રૂપ, ગુણ અને દોષથી રહિત છે પેશ-ાન-વિષય-અતિવર્તિ = દેશ, કાળ, વિષયોના સંબંધથી રહિત છે
=
=
જે
– તે બ્રહ્મ
=
# તું છે
(એમ) પોતાના અંતઃકરણમાં
= ભાવના કર.
બ્રહ્મતત્ત્વ સંબંધે ચિંતન કરવા બ્રહ્મસ્વરૂપની ત્રણ શ્લોક દ્વા૨ા સ્પષ્ટતા કરવામાં આવ્યા બાદ હવે પૂર્વે જણાવ્યું છે તેમ બ્રહ્મભાવના, નિદિધ્યાસન, આત્મચિંતન કે આત્મવિચા૨ણા કેવી રીતે કરવી તેની સૂક્ષ્મ પ્રક્રિયા સજાતીયવૃત્તિપ્રવાહ દ્વારા કેવી રીતે કરવામાં આવે છે તેનો ખ્યાલ હવે પછીના દસ શ્લોક દ્વારા આપવામાં આવે છે.
બ્રહ્મતત્ત્વ જાતિ, નીતિ અને કુળ-ગોત્રથી રહિત છે. બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય કે શૂદ્ર વગેરે જાતિઓ અને તેમના ધર્મો જન્મેલા સ્થૂળ શરીરના