________________
૪૧૩
પરોક્ષ જ્ઞાનથી રહિત છે. માટે જ તેને અપ્રમેય કહેવાય છે. જે બ્રહ્મતત્ત્વને જાણવા કોઈ પ્રમાણ કામ આવે નહીં તે અપ્રમેય છે. બ્રહ્મ ઇન્દ્રિયોથી કે મન-બુદ્ધિથી પ્રમાણિત થઈ શકે તેવું નથી. આમ, મન, બુદ્ધિ કે ઇન્દ્રિયોની પકડમાં ન આવે તેવું અમાપ હોઈ તેને અપ્રમેય કહેવામાં આવે છે. अरूपम् अव्यक्तम् ब्रह्म
બ્રહ્મ સૂક્ષ્માતિસૂક્ષ્મ હોઈ ઇન્દ્રિયોથી અગોચર છે ઉપરાંત નિરાકાર અને અજન્મા છે તેથી તે શરીર રહિત છે. આમ, અશરીરી અને અદશ્ય હોવાથી તેને મરૂપમ્ કહેવાય છે. આમ છતાં તે નથી', તેવું નથી અર્થાત્ તેના અસ્તિત્વને દર્શાવવા માટે તે રૂપ દ્વારા વ્યક્ત થતું નથી છતાં સૌમાં છે. જન્મતું નથી છતાં તેનો અભાવ નથી. દેશ્ય નથી છતાં કોઈ કાળે તેનો બાધ થઈ શકે તેમ નથી. માટે જ કહ્યું છે કે બ્રહ્મ અવ્યક્ત સ્વરૂપે સર્વ વ્યક્ત, દૃશ્ય કે સાકારમાં વ્યાપ્ત છે. તદુપરાંત સકળ દેશ્યપ્રપંચનું અવ્યક્ત અધિષ્ઠાન પણ બ્રહ્મ જ છે.
अनाख्यम् अव्ययम्
બ્રહ્મતત્ત્વની વ્યાખ્યા કરવી દુર્ગમ છે અને તે જ પ્રમાણે બ્રહ્મ પર આખ્યાન કે પ્રવચન પણ શક્ય નથી. કારણ કે બ્રહ્મતત્ત્વ અવર્ણનીય તથા વાચાતીત છે. નથી તેને રૂપ કે નથી તેને નામ. તેથી નામ-રૂપરહિત એવા બ્રહ્મની વ્યાખ્યા કરવા તેને મનાધ્યમ્ બ્રહ્મ કહેવા સિવાય અન્ય કોઈ રસ્તો નથી. કારણ કે વાચાતીતને વાચા દ્વારા સમજાવવાનો આ એક વામણો પ્રયત્ન માત્ર છે. માટે અનાખ્યમ્ કહી પુનઃ તેને “મવ્યય' કહ્યું છે. કારણ કે બ્રહ્મનો દેશ-કાળમાં વ્યય પણ નથી અને તેમાં શરીર જેવા પવિકાર પણ ન હોવાથી વિકારરહિત આત્માનો ધર્મ સમજાવવા મવ્યય બ્રહ્મ એવું કહ્યું છે. સ્વયંખ્યોતિઃ
પરબ્રહ્મ પિંડ અને બ્રહ્માંડનો પ્રકાશક કે જાણનારો તો છે જ,