________________
૪૧૧
અભોક્તા છે.
निरन्तरानन्दरसस्वरूपम् ब्रह्म
બ્રહ્મ પ્રાણીમાત્રનો પ્રત્યગાત્મા છે, છતાં ખંડિત નથી પરંતુ અખંડ આનંદરસસ્વરૂપે સર્વની બુદ્ધિગુહામાં સ્થિત છે. જેમ આકાશ અનેક ઘડામાં પ્રત્યગાત્મારૂપે રહેલું છે છતાં આકાશ ખંડિત નહીં પરંતુ અખંડ રહે છે, તેવી જ રીતે દુઃખ વગરનું, ક્લેશમુક્ત, શોકરહિત માત્ર આનંદસ્વરૂપ બ્રહ્મતત્ત્વ અનેક શરીરોમાં હોવા છતાં શરીરની અંદર અને બહાર કોઈ પણ જાતના ભૌતિક અંતર વિના અર્થાત્ દેશ-કાળમાં દેખાતા ભૌતિક પદાર્થોના અંતર વગરનું સૌમાં સમરસરૂપે રહેલું છે. ઉપાધિ નાની-મોટી હોઈ શકે, પરંતુ આત્મતત્ત્વ નાનું-મોટું કે ભેદયુક્ત હોતું નથી. માટે આવા આનંદરસસ્વરૂપ બ્રહ્મને નિરંતર અને એકરસરૂપે વર્ણવવામાં આવે છે. આમ, બ્રહ્માનંદ સ્વસ્વરૂપે ઉદય અને અસ્ત રહિત છે અને વિષયાનંદ જેમ ક્ષણિક નહીં પણ શાશ્વત છે, માટે પણ તેને નિરંતર આનંદરસસ્વરૂપ કહ્યું છે.
(છંદ-ઉપજાતિ) निरस्तमायाकृतसर्वभेदं
नित्यं सुखं निष्कलमप्रमेयम् । अरूपमव्यक्तमनाख्यमव्ययं
ज्योतिः स्वयं किञ्चिदिदं चकास्ति ॥२४०॥ નિરસ્તામાયીકૃતસર્વમેવમ્ માયાએ મરૂપ = રૂપ વગરનું,
કરેલા સર્વભેદથી રહિત, અવ્યમ્ = અવ્યક્ત, નિત્યમ્ = નિત્ય,
અનાધ્યમ્ = નામરહિત, સુવમ્ = સુખસ્વરૂપ,
મવ્યયમ્ = અવ્યય, નિષ્ણનમ્ = નિષ્કલ, *
સ્વયંખ્યોતિઃ = સ્વયંપ્રકાશ પ્રમેયમ્ = પ્રમાણોથી જાણવું ફૂર્વ વિખ્યત્ = એવું કંઈક અશક્ય,
વછાપ્તિ = પ્રકાશે છે.