________________
૪૦ર
જગતની સત્યતાનો નિષેધ કર્યા બાદ અને બ્રહ્મની અદ્વિતીયતાને સ્વીકાર્યા બાદ હવે જો કોઈને એવી શંકા બચે કે જગત સત્ય છે તો તેનું નિવારણ હવે પછીના શ્લોકમાં કરવામાં આવે છે.
જો જગત સત્ય હોય તો તો સત્યવસ્તુનો કદી અભાવ કે નાશ થાય નહીં. “નામાવો વિદ્યતે સતઃ (ભ.ગીતા.અ.૨/૧૬) “સત્યનો કદી અભાવ નથી.” એવા ન્યાયે જગતનો કોઈ કાળે બાધ કે અંત આવે નહીં અને તેમ થવાથી તો જગત કે સંસારરૂપી બંધન તૂટે જ નહીં અને કોઈને ભવબંધનથી મુક્તિ મળી શકે નહીં. તદુપરાંત કોઈને અનંત બ્રહ્મની પ્રાપ્તિ ન થાય, તથા બ્રહ્મ અનંત છે' તેવા શ્રતિવચનને પણ હાનિ પહોંચે. એ તો ઠીક, પરંતુ શાસ્ત્રોએ જણાવ્યું છે કે, “બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા છે', એવી શાસ્ત્ર, વેદ કે શ્રુતિની વાતો અપ્રામાણિક અને ખોટી સાબિત થાય. મોક્ષશાસ્ત્ર જેવા ગીતાના ઉપદેશની ઈશ્વરમુખે ગવાયેલી વાણી પણ અસત્ય જ ઠરશે. તદુપરાંત જગતને સત્ય માનવાથી ત્રીજો દોષ એ થાય કે સામાન્ય જનનો સુષુપ્તિગત સ્વાનુભવ પણ ખોટો ઠરે. આવી રીતે જગતને સત્ય માનવાથી ત્રણ પ્રકારના દોષ ઉત્પન્ન થશે, જે કોઈ પણ મહાન આશય કે ઉદ્દેશવાળા સાધુ કે સંતજનો માટે અગર મહાત્મા માટે હિતકારક નથી.
શ્લોકમાં જણાવેલા ત્રણ દોષમાંથી પ્રથમ દોષનો ઉલ્લેખ કરતાં જણાવાયું છે કે “મનન્તત્વહનિઃ નિમિપ્રમાણતા” “આત્માનું અનંતત્વ સાબિત ન થતાં તેને હાનિ પહોંચે અને વેદ કે શ્રુતિ અપ્રમાણ છે તેવો દોષ સિદ્ધ થાય.” આવા શ્લોકજન્ય કથનનું તાત્પર્ય એવું છે કે તૈત્તિરીય ઉપનિષદની બ્રહ્માનંદવલ્લીમાં ઉલ્લેખ છે કે “સત્ય જ્ઞાન નન્ત વહ્ય' “બ્રહ્મ સત્ય જ્ઞાનસ્વરૂપ અને અનંતસ્વરૂપે રહેલો છે.” તેથી જો બ્રહ્મના અનંતત્વનો કે અસીમપણાનો સ્વીકાર કરીએ તો સ્પષ્ટ સમજાય કે બ્રહ્મ દેશ, કાળ અને વસ્તુના પરિચ્છેદથી રહિત છે. માટે જ તેનો દેશમાં, કાળમાં કે વસ્તુ દ્વારા અંત થાય નહીં. આવું અનંતત્વ તો માત્ર એક અને અદ્વિતીય બ્રહ્મતત્ત્વ જ છે. હવે જો જગતને પણ સત્ય માનવામાં આવે