________________
૩૮૮
ત્યાગી દે છે અને ઘડો, તેમાં રહેલું પાણી અને પાણીમાં પડેલું સૂર્યનું પ્રતિબિંબ, એ ત્રણેનો પ્રકાશક જે સૂર્ય છે તેને સ્વતંત્ર અને અસંગ જાણે છે. સૂર્યને ઘડો, તેનું પાણી કે પાણીમાં રહેલા પ્રતિબિંબ સાથે સંગ કે સંબંધ નથી, તેવું જાણી, તે જ ન્યાયે વિવેકીપુરુષ જાણી લે છે કે આ દેહરૂપી ઘડો, તેમાં રહેલી બુદ્ધિ કે અંતઃકરણરૂપી જળ અને તેવા જળમાં પડેલું ચૈતન્ય-આત્માનું પ્રતિબિંબ (ચિદાભાસ કે જીવાત્મા) વગે૨ે આત્મા નથી માટે ત્યાજ્ય છે.આમ, વિવેકી તે ત્રણેયનો ત્યાગ કરે છે અને તે ત્રણેયથી વિલક્ષણ એવો જે આત્મા છે, તેને પોતાનું સ્વરૂપ જાણી આત્મા સાથે અભેદ અનુભવ કરે છે. આવો આત્મા સાક્ષાત્કાર કરવા યોગ્ય છે, તેનો ખ્યાલ આપવા આત્માના લક્ષણોનો નિર્દેશ ક૨વામાં આવ્યો છે.
સર્વપ્રાશમ્ – સર્વને પ્રકાશનાર એવો આત્મા છે અર્થાત્ સર્વનો સાક્ષી અને જ્ઞાતા રહી સૌને જાણે છે માટે જ તે સર્વનો પ્રકાશક છે.
દ્રષ્ટાર અલજોધમ્ – આત્મા સૌનો પ્રકાશક, જ્ઞાતા અને સાક્ષી છે માટે તેને દષ્ટા કહ્યો છે અને તે જ્ઞાનસ્વરૂપ છે. એટલું જ નહીં, પરંતુ તેવા સ્વરૂપજ્ઞાનમાં ઉદય કે અસ્ત નથી અગર આત્મારૂપી પ્રકાશ કે જ્ઞાનનો અંત થતો નથી, માટે તેને અખંડબોધસ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે.
सदसद्विलक्षणम् આત્મા સત નથી એટલે જે પ્રત્યક્ષ છે, દશ્ય છે, ક્ષેત્ર કહેવાય છે અને જે કાર્યરૂપે વ્યક્ત થાય છે અર્થાત્ જે કંઈ જન્મેલું અને સાકાર હોય તે સત છે, પરંતુ આત્મા તે પ્રત્યક્ષ સત-કાર્યથી જુદો કે વિલક્ષણ છે અને તે જ ન્યાયે આત્મા અસત પણ નથી અર્થાત્ આત્મા અદેશ્ય, અવ્યક્ત, સૂક્ષ્મ કા૨ણ પણ નથી. આમ, આત્મા સત-અસતથી વિલક્ષણ છે અર્થાત્ જગતરૂપી વ્યક્ત કાર્યથી અને માયારૂપી અવ્યક્ત કારણથી ભિન્ન છે.
-
નિત્યં વિમું સર્વશતમ્ - આત્મા અભાવરહિત છે માટે નિત્ય છે. સર્વવ્યાપક, સર્વદેશીય અને સર્વમાં સર્વવ્યાપ્ત છે માટે વિભુ છે. સર્વનું અધિષ્ઠાન હોઈ સર્વમાં અનુગત છે. માટે સર્વગતમ્ કહેવાય છે.