________________
૩૮૧
.
તરીકે હાજરાહજૂર છે; સર્વ દેહમાં અંતરાત્મા તરીકે રહેલો છે તથા તેનો
ક્યારેય પણ અભાવ થતો નથી. દેહના જન્મ પૂર્વે પણ આત્માનો અભાવ નહોતો જ અને દેહના મૃત્યુ પછી પણ અભાવ થતો નથી. આત્મા વિકારોના ભાવ અને અભાવને જાણતો હોવા છતાં, સ્વયં અભાવરહિત છે અર્થાત્ શાશ્વત અસ્તિત્વ છે, સતસ્વરૂપે એટલે કે ત્રણેકાળે રહેનારો છે. આવો ભાવાભાવનો જ્ઞાતા અને છતાં ત્રણે કાળે રહેનારો સર્વ શરીરોના અધિષ્ઠાન તરીકે રહેલો આત્મા અવ્યક્ત અને ગૂઢ છે તેને તે વિદ્વાન શિષ્ય ! તારે સૂક્ષ્મબુદ્ધિથી જાણવો જોઈએ. શ્રુતિ પણ એવો જ સંદેશ આપે છે. "दृश्यते त्वम्यया बुद्ध्या सूक्ष्मया सूक्ष्मदर्शिभिः ।"
(કઠશ્રુતિ-૧/૩/૧૨) સૂક્ષ્મ દૃષ્ટિથી જોનારા પુરુષો પોતાની એકાગ્ર અને સૂક્ષ્મ બુદ્ધિ વડે આત્માનો સાક્ષાત્કાર કરી શકે છે.''
(છંદ-અનુષ્ટ્રપ) तत्साक्षिकं भवेत्तत्तद्यद्यद्येनानुभूयते ।
कस्याप्यननुभूतार्थे साक्षित्वं नोपयुज्यते ॥२१७॥ ન . = જેનાથી (જે સાક્ષીથી) મનનુમૂતાર્થે = જેનો અનુભવ જ ન ય યત્ = જે જે (વસ્તુનો)
થયો હોય તે વસ્તુમાં મનુભૂયતે = અનુભવ થાય છે સ્ય પિ = કોઈનું પણ તત્ તત્ = તે તે વસ્તુ) સફિત્વમ્ = સાક્ષીત્વ સલિમ્ = તેના સાક્ષીત્વવાળી ને ૩પયુ તે = સંભવતું નથી. મવેત્ = થાય છે.
જે કોઈ વસ્તુ અનુભવાય, જોવાય જણાય, તે દરેક અનુભવગમ્ય, દશ્ય કે શેય વસ્તુનો કોઈ સાક્ષી હોય છે. કારણ કે દશ્ય, જોય કે અનુભવગમ્ય વસ્તુ સાક્ષ્ય છે, તેથી તે ઉપરથી જ તેના સાક્ષીનું અસ્તિત્વ સાબિત થાય છે. આમ, ત્રણ શરીરો, પાંચ કોશ, ત્રણ અવસ્થાઓ અને તેના વિકારો જો અનુભવાતા હોય તો, તે સૌનો સાક્ષી કે અનુભવ કરનાર હોય છે જ અને તે