________________
૩૬૯
પાણી નિર્મળ બને છે. તે જ પ્રમાણે આત્મા કે બ્રહ્મરૂપી જળમાં આવભાવ જેવો મળ કે દોષ રહેલો છે. તેથી જીવભાવરૂપી દોષ કે મળને દૂર કરતાં આત્મા કે બ્રહ્મરૂપી જળ નિર્મળ અને નિર્દોષ થાય છે અને આપણું આત્મસ્વરૂપ શુદ્ધ, પ્રકાશમાન થઈ પોતાના સ્વરૂપને સ્પષ્ટ દર્શાવે છે.
(છંદ-ઉપજાતિ) असन्निवृत्तौ तु सदात्मनः स्फुटं
प्रतीतिरेतस्य भवेत् प्रतीचः । ततो निरासः करणीय एव
सदात्मनः साध्वहमादि वस्तुनः ॥२०७॥ સત્ નિવૃત્તી તુ = અસતની ભવેત્ = થાય છે.
(જીવભાવની) નિવૃત્તિ થતાં જ તતઃ = માટે પ્રતિવઃ = અંતરમાં રહેલા સવાત્મનઃ = સરૂપ આત્મામાંથી તસ્ય = આ
મર્દ માટે વસ્તુનઃ સાધુ = અહંકાર સહાત્મનઃ = સતરૂપ આત્માની
વગેરે વસ્તુને સારી રીતે પ્રતીતિઃ = પ્રતીતિ
નિરાસ: રીય: વ = દૂર કરવી કુરમ્ = સ્પષ્ટ
જ જોઈએ. પૂર્વે સમજાવ્યું છે તેમ સૂક્ષ્મ વિવેક દ્વારા અસત, ખોટાં કે ભ્રાંતિકલ્પિત જીવભાવની નિવૃત્તિ થતાં અંતઃકરણમાં રહેલો જીવાત્મા જ પ્રત્યંગાત્મા કે બ્રહ્મરૂપે સ્પષ્ટ જણાય છે અર્થાત્ જીવ અને આત્મા એક અને અભેદ છે તેવું જ્ઞાન થાય છે. માટે જ સર્વ સાધકોએ વિવેકના બળે સસ્વરૂપ આત્મામાંથી અહંકાર આદિ દોષ અગર મળને સારી રીતે દૂર કરવા જ પ્રયત્ન કરવો જોઈએ. જયાં સુધી અહંકાર આદિનો આત્મા ઉપરનો આરોપ દૂર નહીં થાય, ત્યાં સુધી અધિષ્ઠાનરૂપી આત્માનું અભેદજ્ઞાન કદાપિ શક્ય નથી. જેવી રીતે છીપલી પર ચાંદીનો આરોપ, ઝાડના ઠૂંઠામાં ભૂતનો આરોપ, સૂકી ગરમ