________________
૩૩ર.
મન:
તસ્મા = તેથી રનોrol: = રજોગુણના ધર્મો વડે = મન
મતિનમ્ = મલિન થયેલું (મન) મસ્ય ખન્તો: = આ જીવને વિશ્વસ્ય = બેન્જનનું વધૂચ મોક્ષચ વ = બંધન અને હેતુઃ = કારણ છે.
મોક્ષની વિનસ્તમમ્ = (અને) તમોગુણ વિઘાને વા = પ્રાપ્તિમાં પણ તથા રજોગુણથી રહિત થયેલું રણમ્ = કારણ છે. શુદ્ધમ્ = શુદ્ધ (મન)
મોક્ષ = મોક્ષનું કારણ છે.) બંધન અને મોક્ષ કલ્પિત છે. તે જ વિચારને બે શ્લોક દ્વારા વધુ સ્પષ્ટ કરી તેનો વિચાર કરતાં અત્રે જણાવ્યું છે કે જેવી રીતે દશ્ય દોરી દ્વારા પશુને ગળામાં ગાળિયો નાંખી ખીલે બાંધવામાં આવે છે અને પશુ બંધનમાં પડે છે. તેવી જ રીતે મનુષ્ય પણ બંધાય છે. પરંતુ મનુષ્યના ગળામાં ગાળિયો નાંખી તેને બાંધવા માટે રાગ કે વિષયાસક્તિરૂપી અદેશ્ય દોરીનો ઉપયોગ મન દ્વારા થાય છે. તેથી પશુ તો બાંધેલું સૌને જણાય છે, પરંતુ મનુષ્ય બંધનમાં - હોવા છતાં તેવો દેખાતો નથી. દા.ત. પશાકાકા ગાયની નવી તંદુરસ્ત વાછરડી બજારમાંથી ખરીદીને જતા હોય અને તેમના હાથમાં દોરીનો એક છેડો પકડેલો હોય અને બીજો છેડો વાછરડીના ગળે બાંધેલો હોય, એવું દૃશ્ય જોતાં સ્વાભાવિક રીતે સૌને જણાય કે પશાકાકાએ વાછરડી બાંધી છે અને તેઓ નવી ખરીદેલી વાછરડીના માલિક છે. પરંતુ રસ્તામાં મળેલા શનાકાકાએ, પશાકાકાને પૂછયું, “અરે! પશાભાઈ ક્યાં જાઓ છો? વાછરડી છે કોની?” ઉત્તર મળ્યો, “શનાકાકા વાછરડી મારી છે. હાલ ખરીદીને પાધરો ચાલ્યો આવું છું. દેખાતું નથી? મેં તેને બાંધી છે? હવે તેને લઈ સીધો ઘેર જાઉં છું. મોટી થાય એટલે દૂધ પીવા આવજો.” પશાકાકાના ઉત્તરથી શનાકાકા મલક મલક મૂછોની નીચે મોળું મોળું હસવા લાગ્યા. તેમનાથી રહેવાયું નહીં અને બોલી ઊઠયા, અરે પશાભાઈ,દૂધની વાત જવા દો. એક માખણ જેવો સવાલ પૂછું છું, ધ્યાનથી ઉત્તર આપો. તમે આ વાછરડીના માલિક છો અને તમે જ તેને બાંધી છે, તો