________________
૩૨૩
દ્વારા જ પતિ કે પત્ની બનાવે છે. જેમ ‘હું શરીર અને શરીર મારું' તેવી કલ્પના મનને સાચી લાગે છે. તે જ પ્રમાણે હવે અનિત્ય અને અસત શરીરના સંબંધો, સત્ય અને નિત્ય છે, એવું માની ‘મારો પતિ’, ‘મારી પત્ની’, ‘મારાં બાળકો’, ‘મા૨ી લાડી, વાડી અને ગાડી', આવું મમત્વ ઊભું કરી મન મમત્વનું, સંબંધોનું, કલ્પનાઓનું જાળું રચી જીવનભર તેમાં ફસાય છે. આમ, મમભાવનું બંધન તે જાતે જ પેદા કરે છે. માટે જ શાસ્ત્રોએ કહ્યું કે
ममेति बध्यते जन्तुः निर्ममेति विमुच्यते ।
આમ, વિચારતાં સ્પષ્ટ થાય છે કે મન જ્યારે જાગે છે, સ્ફુરણ કરે છે, કલ્પનામાં રાચે છે ત્યારે જ કલ્પનાથી સ્વપ્ન અને જાગ્રત જગતને જન્માવે છે અને સાથે સાથે જન્માવેલી સૃષ્ટિ જ બંધનનું કા૨ણ સર્જે છે. આમ, મન જાગે તો બંધન જન્મે, મન ક૨ે તો સૃષ્ટિ કલ્પાય, મન ધારે તો મુમુક્ષુ બંધાય અને મન વિષયાસક્તિ, મમત્વ કે મમભાવ અગર અસત કે અનિત્ય સંબંધોને છોડે તો બંધનથી છૂટાય. તે જ યથાર્થ વિવેક છે. તેથી જ કહ્યું કે
बन्धाय विषयासक्तं मुक्त्यैर्निर्विषयं स्मृतम् । (બ્રહ્મબિંદુ ઉપનિષદ–૨) ‘‘વિષયાસક્ત મન બંધનનું કારણ બને છે અને વિષયાસક્તિથી મુક્ત થતાં તે મોક્ષનું સાધન કહેવાયું છે.’’ આવા તાત્ત્વિક તારણોના આધારે જ અત્રે કહ્યું છે કે વિદૃક્ષિતે અસ્મિન્ સત્તું વિટ્ટમ્મતે । તેનો લક્ષ્યાર્થ એવો છે કે મન ભ્રાંતિ કે કલ્પના દ્વારા જયારે કાર્યશીલ થઈ કલ્પિતસૃષ્ટિ સર્જે છે ત્યારે જ સૃષ્ટિ અને તેના કારણ મનનો ભાસ થાય છે. મનના ઉદય સાથે જ ભૌતિક પદાર્થોનો કે કલ્પિતસૃષ્ટિનો ઉદય થાય છે અને તેવા ઉદયમાં જ વિષયાસક્તિ, મમત્વ કે બંધનનો ઉદય પણ થાય છે. કા૨ણ કે ઈશ્વરે સર્જેલું કંઈ પણ કોઈને બાંધી શકે નહીં અને ઈશ્વરસૃષ્ટિથી બંધન ઉત્પન્ન થયું તે વાત પણ પ્રસ્થાપિત થઈ શકે તેવી નથી. પરંતુ મનની કલ્પનાથી ઉત્પન્ન થયેલા સંબંધો, આસક્તિ વિષયરાગ અને ભવબંધન દ્વા૨ા જ ખરેખર બંધન