________________
ર૭૦
તેથી વાયુનો વ્યાપ કે વિસ્તાર પાણી કરતાં વધારે છે. તે જ પ્રમાણે, વાયુ કરતાં આકાશ વધુ સૂક્ષ્મ છે માટે આકાશનો વ્યાપ કે વિસ્તાર વાયુ કરતાં પણ વધારે છે. આકાશ, પૃથ્વીની ઉપર-નીચે, પૃથ્વીમાં સર્વત્ર તેમજ અખિલ બ્રહ્માંડમાં સર્વવ્યાપ્ત છે પરંતુ આકાશ જેમાંથી જન્મે છે તે આત્મા તો આકાશનું પણ કારણ હોઈ આકાશથી સૂક્ષ્મ છે અને માટે જ તેનો વ્યાપ કે વિસ્તાર આકાશથી પણ બૃહદ્ કે મોટો છે. આમ, આત્મા કે બ્રહ્મતત્ત્વ સૂક્ષ્માતિસૂક્ષ્મ છે માટે જ સર્વવ્યાપ્ત છે. જે સૌનું કારણ છે તેવો આત્મા જ સર્વવ્યાપ્ત છે. એટલું જ નહીં તે સૌથી મહાન છે. તેનું અન્ય કોઈ કારણ છે જ નહીં કે જે આત્મા કે બ્રહ્મને વ્યાપી શકે કે આચ્છાદિત કરી શકે. માટે જ અત્રે જણાવાયું છે કે જે આત્માથી સમગ્ર જગત વ્યાપ્ત છે એને કોઈ વ્યાપી, આંબી કે આચ્છાદિત કરી શકતું નથી. એ આત્મા પ્રકાશ છે અર્થાત જણાય છે ત્યારબાદ જ સર્વ કાંઈ જણાય છે કે પ્રકાશે છે, અંર્થાત્ આત્મા સ્વયંપ્રકાશ કે સ્વંભૂ ચૈતન્ય છે. તેના જણાયા પછી જ, તેના આધારે જ અન્ય કંઈ જાણી શકાય છે. આત્મા વિના કે તેની મદદ વિના કંઈ પણ જાણી શકાય નહીં. એવો ગૂઢ સંકેત અત્રે દશ્ય થાય છે. આવો સંકેત જ ઉપનિષદોમાં પણ જોવા મળે છે. ___ "तमेव भान्तमनुभाति सर्वं तस्य भासा सर्वमिदं विभाति"
(કઠોપનિષદ-૨-૨-૧૫) “તે (પરબ્રહ્મ)ના પ્રકાશવાથી જ (સૂર્યાદિ) સર્વ પ્રકાશિત થાય છે. તેના પ્રકાશથી જ આ સમગ્ર જગત પ્રકાશિત થાય છે.”
(છંદ-અનુષ્ટ્રપ) यस्य सन्निधिमात्रेण देहेन्द्रियमनोधियः । વિષયેષુ સ્વછીયેષુ વર્તને પ્રેરિતા ફુવ રૂal
यस्य
= જેના સન્નિધિમાàM = સાંનિધ્ય માત્રથી -ન્દ્રિય-મનઃધિયઃ = દેહ, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ