________________
૨૩૬
સ્વયંના આત્મસ્વરૂપથી અનભિજ્ઞ હોવાથી, ઇન્દ્રિયના ધર્મ સાથે તાદાત્મ કરી, સ્વયંને તેવી ખામીવાળો મૂંગો, બહેરો અપંગ સમજે છે, તથા દુઃખ અનુભવે છે. આ ભ્રાંતિને દૂર કરી, ઈન્દ્રિયો સાથેના ખોટા તાદાભ્યથી મુમુક્ષુને મુક્ત કરવાના શુભ આશયથી જ અત્રે ઇન્દ્રિયોના ધર્મોની ચર્ચા કરી છે.
| ક્રિયા કે કર્મ કરવાનું જડ શરીરનું સામર્થ્ય નથી. શરીરમાં થતી કોઈ પણ ક્રિયાઓ કે શરીર દ્વારા થતી કોઈ પણ પ્રકારની ચેષ્ટાઓ પ્રાણને આધીન છે. શ્વાસ લેવો, ઉચ્છવાસ બહાર કાઢવો, બગાસું ખાવું, છીંક ખાવી, પરસેવો તથા મળ, મૂત્રને શરીરની બહાર કાઢવા તેમજ શરીરના અંત કાળે એક શરીર છોડી અન્યને ધારણ કરવા ઉત્ક્રમણ કરવું વિગેરે ક્રિયાઓ પ્રાણને લીધે જ થાય છે. તેથી આ સર્વ કર્યો પ્રાણના છે. તેવું પ્રાણવિજ્ઞાનને જાણનારા પ્રાણના વિશેષજ્ઞો કહે છે. ભૂખ અને તરસ પ્રાણના ધર્મો છે. માટે મુમુક્ષુએ પ્રાણના ધર્મો અને કર્મોને પણ પોતાના ન માનતા, પોતાના આત્મસ્વરૂપને અક્રિય, નિષ્ક્રિય તથા ભૂખ-તરસથી મુક્ત જાણવું જોઈએ તથા પ્રાણ અને તેની ક્રિયાઓ સાથેના તાદાભ્યથી છૂટવું જોઈએ.
(છંદ-અનુષ્ટ્રપ) अन्तःकरणमेतेषु चक्षुरादिषु वर्मणि ।
अहमित्यभिमानेन तिष्ठत्याभासतेजसा ॥१०॥ वर्मणि = શરીરમાં “મદ રૂતિ માન = “એવા (અને તેમાં રહેલા)
અભિમાનથી તેવું = આ
મામસતેના = ચિદાભાસવાળું વધુ માવિષ = ચક્ષુ વગેરેમાં અન્તઃ#રણમ્ = અંતઃકરણ
तिष्ठति = રહે છે.
(છંદ-અનુષ્ટ્રપ) अहंकारः स विज्ञेयः कर्ताभोक्ताऽभिमान्ययम् । सत्त्वादिगुणयोगेन चावस्थात्रयमश्नुते ॥१०६॥