________________
૨૩૩
સંગ કે આસક્તિ રહેતી નથી. અર્થાત્ તે પોતાના શરીરને અન્યશરીરવત જુએ છે, જાણે છે અને તે પ્રમાણે સાક્ષીભાવે વ્યવહાર કરી જીવન વ્યતીત કરે છે. તેથી સમજવું કે જીવન્મુક્તનો સૂક્ષ્મ દેહ, સ્થૂળ શરીરમાં રહે છે તો ખરો, પરંતુ અનાસક્ત થઈને રહે છે. તેથી સ્થૂળ શરીરના કર્મોથી તે બંધાતો નથી. જેવી રીતે કાથીની બળેલી દોરીમાં વળાંકો અને વળ એવાં એવાં જ દેખાય છે, પરંતુ તેવી બળેલી દોરીથી કંઈ જ બંધાતુ નથી, તેમ આત્મજ્ઞાનના પ્રજવલિત અગ્નિમાં જેણે જીવતાં જ સૂક્ષ્મ શરીરને ખાખ કર્યું છે, તેની કોઈ પણ ક્રિયા કે કર્મ તેવા જીવન્મુક્તને બંધનમાં નાંખી શકે નહીં.
(છંદ-આર્યા) सर्वव्यापृतिकरणं लिङ्गमिदं स्याच्चिदात्मनः पुंसः ।
वास्यादिकमिव तक्ष्णस्तेनैवात्मा भवत्यसङ्गोऽयम् ॥१०२॥ તw: રૂવ - = જેવી રીતે સુથારને वास्यादिकम् = વાંસલો વગેરે (સાધન છે) (તેવી રીતે) इदं लिङ्गम्
= આ લિંગ (શરીર) चिदात्मनः पुंसः = ચેતનરૂપ પુરુષને सर्वव्यापृतिकरणम् = બધી ક્રિયાઓનું સાધન स्यात्
= થાય છે. तेन एव
'= તેથી જ अयं आत्मा
= આ આત્મા असङ्गः भवति = અસંગ છે.
- સૂક્ષ્મ શરીરના વિવેચન બાદ હવે નિષ્કર્ષમાં જણાવે છે કે, સૂક્ષ્મ શરીરના ધર્મો આત્મામાં નથી. આત્મા તો તે સૌથી ન્યારો અને અધર્મી તથા અસંગી છે. જે મોક્ષપ્રાપ્તિનું સાધન હોય તે કદી સાધ્ય થઈ શકે નહીં. જેમ સુથારનો વાંસલો અને સુથાર, બન્ને જુદા છે, શિલ્પીની હથોડી અને શિલ્પી એક બીજાથી ન્યારા છે, લેખકની કલમ અને લેખક ભિન્ન ભિન્ન છે, તેવી જ રીતે સર્વ વ્યાવહારિક, લૌકિક કે વૈદિક કર્મ કરનારું સૂક્ષ્મ શરીર અને