________________
૨૩૧
ઉપાધિ
(છંદ–ઉપજાતિ) धीमात्रकोपाधिरशेषसाक्षी
न लिप्यते तत्कृतकर्मलेशैः । यस्मादसङ्गस्तत एव कर्मभिः
न लिप्यते किञ्चिदुपाधिना कृतैः ॥१०१॥ धीमात्रक
= કેવળ બુદ્ધિ જ (જેની)
= ઉપાધિ છે. (તેવો) अशेषसाक्षी
= સર્વનો સાક્ષી (આત્મા). तत्कृतकर्मलेशैः જ તેણે (બુદ્ધિએ) કરેલાં કર્મોથી જરા પણ न लिप्यते
= લપાતો નથી. यस्मात् असङ्गः = કારણ કે (આત્મા) અસંગ છે.) તત:
માટે ઉપાધિના તૈઃ મિઃ = (બુદ્ધિરૂપી) ઉપાધિથી કરાતાં કર્મોથી જિન્વિત્ વ
= જરા પણ न लिप्यते
= લિપ્ત થતો નથી.
- સૂક્ષ્મ શરીરનો ઉલ્લેખ કર્યા બાદ હવે તેની અવસ્થાનો વિશેષ વિચાર બે શ્લોક દ્વારા કરવામાં આવતા જણાવાયું છે કે જેમ સ્થૂળ દેહની અવસ્થાને જાગ્રત કહેવામાં આવે છે તેવી જ રીતે સૂક્ષ્મ દેહની પૃથક અવસ્થાને સ્વપ્ન કહેવામાં આવે છે. આ સ્વપ્નાવસ્થામાં બુદ્ધિ પોતે અવશેષ રહીને જાગે છે અને અનેક પ્રકારની અતૃપ્ત વાસનાઓને કારણે કર્તા અને ભોક્તાપણું સ્વીકારીને અનેક પ્રકારના રૂપ ધારણ કરે છે. આત્મા તો જાગ્રત અને સ્વપ્ન બંને અવસ્થાઓથી ન્યારો અને અસંગ છે. આવી અવસ્થાઓનો તે સાક્ષીમાત્ર છે. છતાં બુદ્ધિની ઉપાધિ દ્વારા તે સ્વપ્ન અવસ્થામાં કર્મ કરે છે કે ભોગ ભોગવે છે. તેમ છતાં પોતે નિરુપાધિક હોવાથી સ્વપ્નાવસ્થા દરમ્યાન બુદ્ધિ દ્વારા થયેલાં કર્મોથી તે બંધાતો નથી અને કર્મફળના બંધનમાં પડતો નથી. પરંતુ સાક્ષીભાવે બધું જોયા અને જાણ્યા કરે છે. આમ, પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ