________________
૨૨૭.
SYSTEM)ને પણ મદદગાર થાય છે.
(૪) ઉદાનઃ આ ઉદાન વાયુ આપણા વિચારો અને ચિંતનની ક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. તદુપરાંત કંઠમાં રહીને તે અન્ન અને જળને છૂટાં પાડે છે. તેમ જ જળને મૂત્રાશયની કોથળી (URINARY BLADDER) તરફ રવાના કરે છે, જ્યારે અન્નને મોટા આંતરડાની નીચેના ભાગમાં રહેલા મળાશય (RECTUM) તરફ મોકલી આપે છે. આવી મહત્ત્વની કાર્યવાહી દરમ્યાન આહાર લેતી વખતે જો કોઈ વિચારે ચઢી જાય અને ઉદાન વાયુ સાવધાની ચૂકી જાય તો કોઈ વાર અન્ન, અન્નનળીમાં જવાને બદલે શ્વાસનળીમાં જવાથી અંતરસ જાય છે, આંખે ઝળઝળિયાં આવી જાય છે. વ્યક્તિ ગભરાઈ જાય છે, અચાનક છીંકો શરૂ થાય છે. ઘણીવાર આ ઉદાન વાયુની જો મંદ ગતિ થાય તો વારંવાર હેડકી પણ આવે છે. આ ઉપરાંત ઉદાન વાયુ, જીવાત્મા જ્યારે શરીર છોડે છે ત્યારે તેના ઉત્ક્રમણની ગતિમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. જો ઉદાન વાયુ અંત સમયે ઉદાસીન થાય તો શરીર છોડવાની અને નવા શરીરને પ્રાપ્ત કરવાની જીવાત્માની પ્રક્રિયામાં ખલેલ પહોંચે છે. આ ઉપરથી ઉદાન વાયુનું મહત્ત્વ આપણે સમજી શકીએ છીએ.
(૫) સમાનઃ સમાન વાયુ અનેક નાડીઓ દ્વારા ખાધેલા પદાર્થોનો રસ અને કસ શરીરના પ્રત્યેક અંગમાં, માથાના વાળથી પગના રુવાટાં સુધી મોકલી આપે છે અને પ્રત્યેક અંગને સ્કૂર્તિ અર્પી કાર્યશીલ અને સતેજ રાખે છે. ટૂંકમાં અન્નરસને સમગ્ર શરીરમાં ફેરવવાનું કાર્ય સમાન વાયુ શરીરના કેન્દ્ર ભાગે અર્થાત્ નાભિમાં નિવાસ કરીને કરે છે. આ સમાન વાયુ જ આપણા લોહીના ચાપનું કે રુધિરાભિસરણ જેવી પ્રક્રિયાનું (BLOOD CIRCULATORY SYSTEM)નું નિયંત્રણ કરે છે.
ઉપરોક્ત ચર્ચાથી સ્પષ્ટ થાય છે કે એકનો એક પ્રાણ, ભિન્ન ક્રિયાઓના લીધે ભિન્ન ભિન્ન નામે ઓળખાય છે અને વિભિન્ન ક્રિયાઓની