________________
પોતાના આત્મસાક્ષાત્કારને અજાણતા પાસે લાવી શકયો છે.
૨૦૮
(છંદ-માલિની) विषमविषयमार्गैर्गच्छतो ऽनच्छबुद्धेः प्रतिपदमभिघातो मृत्युरप्येष सिद्धः ।
हितसुजनगुरुक्तया गच्छतः स्वस्य युक्तया
વિષમ-વિષયમાર્ગેઃ = વિષયોરૂપી વિકટ માર્ગોથી
प्रभवति फलसिद्धिः सत्यमित्येव विद्धि ॥८३॥
=
गच्छतः = જનાર
ઞન∞વુદ્ધેઃ = મલિન બુદ્ધિવાળાને प्रतिपदम् ડગલે ને પગલે अभिघातः - ઠોકરો વાગતાં (અંતે) મૃત્યુ: અપિ = મરણ (પતન) પણ
ષઃ સિદ્ધઃ = ચોક્કસ થાય છે. (પરંતુ)
હિત-સુનન-ગુરુ-I = હિતેચ્છુ, સજ્જન અને સદ્ગુરુની આજ્ઞાનુસાર
સ્વસ્ય યુ = (અને) પોતાની યુક્તિથી = જનાર મનુષ્યને સિદ્ધિ: = (મોક્ષરૂપ)ફળની સિદ્ધિ प्रभवति = થાય છે.
गच्छतः
इति सत्यं एव विद्धि
=
= આ સત્ય જ છે
(તેમ) જાણ.
જે પુરુષોની બુદ્ધિ વિષયાસક્તિને લીધે મલિન કે દૂષિત થયેલી છે તેમનો વિષયભોગ કોઈ રીતે અટકતો નથી. એટલું જ નહીં, ધીમે ધીમે તેઓની ભોગેચ્છા અતિ તીવ્ર બને છે અને તેમ થતાં તેઓ વિનાશ કે કાળના મુખ પ્રતિ નિરંતર આગળ ધપે છે. એવું સત્ય, હે શિષ્ય! તું સમજી લે. પરંતુ જે કોઈ સદ્ગુરુના ઉપદેશનું નિષ્ઠાપૂર્વક શ્રવણ ક૨ીને તે પ્રમાણે વર્તન કરનારો હોય છે, ગુરુના આદેશ અનુસાર મનન તથા નિદિધ્યાસન કરવાવાળો હોય છે, તેને આત્મજ્ઞાનના ફળરૂપી મોક્ષની સિદ્ધિ અવશ્ય થાય છે. આ સત્યનો તું નિઃસંદેહ સ્વીકાર કર અને તેવા સ્વીકારમાં જ તારું અંતિમ શ્રેય સમજ.