________________
भृशम् न्यासः अपि
=
=
૧૯૨
સદંતર
ત્યાગ પણ (જરૂરી છે.)
આચાર્યશ્રી હવે સમગ્ર ગ્રંથ દ્વારા જે કંઈ ઉપદેશ આપવાના છે તેની પ્રતિજ્ઞાનો સંદેશ બે શ્લોક દ્વારા જણાવે છે કે, “હે વિદ્વાન! હે વિચારક! હે મુમુક્ષુ ! હવે હું જે કંઈ ઉત્તર તારા પ્રશ્નના અનુસંધાનમાં આપુ છું તેનું તું સાવધાન થઈને શ્રવણ કર. હું તને ખાત્રી આપું છું કે જો તું ચિત્તકાગ્રતાથી મારા ઉપદેશ-ઉત્તરનું શ્રવણ કરીશ અને ઉપદેશાનુસાર શ્રદ્ધાયુક્ત થઈ તેનું પાલન કરીશ, જણાવ્યા પ્રમાણે ચિત્તશુદ્ધિ અને . આત્મસાક્ષાત્કારાર્થે અધિકારી થઈ પુરુષાર્થ કરીશ તો નિશ્ચિત માનજે કે કોઈ પણ પ્રકારના વિઘ્ન વિના તું ત્વરાથી ભવબંધન કાપી મુક્ત થઈ શકીશ.’” “ઘઃ ભવનન્થાત્ વિમોક્ષ્યસે ।''
(
ઉપરોક્ત, આત્મજ્ઞાન દ્વારા પ્રાપ્ત થતી મનુષ્યજન્મમાં જ અહીં અને અત્યારે મળનારી ‘સો મુક્તિ'ના સંદર્ભમાં અત્રે જણાવ્યું છે કે, આવી મુક્તિ પ્રાપ્ત કરવાનું પ્રથમ અને મોખરાનું સાધન વૈરાગ્ય છે. અર્થાત્ આલોક અને પરલોકના અનિત્ય પદાર્થોમાં સુખભોગની ઇચ્છાનો આત્યંતિક ત્યાગ કરવો જરૂરી છે. તેવા સાધનની પ્રાપ્તિ થતાં અન્ય ત્રણ સાધન જેવાં કે, વિવેક, ષસંપત્તિ અને મુમુક્ષતા તો આપ મેળે જ પાછળ ખેંચાઈ આવશે. તેમ થવાથી મોહ અને મમતા ઉપજાવનારાં કર્મો કે ક્રિયાઓ ક્રમે ક્રમે આપોઆપ જ શમી જશે અને પ્રતિકૂળ સંજોગો કે પ્રારબ્ધગત આવેલાં દુ:ખ સામેની પ્રતિક્રિયાઓ પણ અટકી જશે.
(છંદ-ઉપજાતિ)
ततः श्रुतिस्तन्मननं सतत्त्व
ध्यानं चिरं नित्यनिरन्तरं मुनेः । ततोऽविकल्पं परमेत्य विद्वान्
इहैव निर्वाणसुखं समृच्छति ॥७२॥