________________
૧૭૬
જાણતા હતા.” સાચા સાધકે, વક્તાએ કે શ્રોતાએ સમજવાની જરૂર છે કે ખરેખર વક્તા એટલે કોણ? અને શ્રોતા એટલે કોણ? વાસ્તવમાં તો આપણું મન જ વક્તા અને આપણું મન જ શ્રોતા છે. ગુરુ કે શિષ્ય તથા વક્તા કે શ્રોતા આપણી બાર નહીં પરંતુ આપણી અંદર છે. ગુરુજનો પાસેથી પર્યાપ્ત શ્રવણ કર્યા બાદ એકાંતમાં રહી જો આપણે વિચારીશું તો આપણા દ્વારા જ આપણને સાચું શ્રવણ સંપન્ન થશે. અધ્યાત્મના માર્ગે શ્રવણ દ્વારા શુદ્ધ બનેલું વિવેકી મન જ આપણો વક્તા કે ગુરુ છે અને આપણું અવિવેકી મન જ શ્રોતા કે શિષ્ય છે. વિષયવાસનામુક્ત મન વક્તા છે અને વિષયવાસનાગ્રસ્ત મન જ શ્રોતા છે. આમ જયારે પોતાના મનમાં જ શ્રોતા કે વક્તા અર્થાત શિષ્ય કે ગુરુ જન્મશે ત્યારે જ એકત્વના જ્ઞાન દ્વારા અભેદ આત્માની પ્રાપ્તિ થઈ શકશે. પરમાર્થ તો શિષ્યના કાલ્પનિક અજ્ઞાનને નાબૂદ કરવા માટે પોતે ઉપાધિમુક્ત હોવા છતાં શિષ્યના કલ્યાણાર્થે ગુરુની ઉપાધિ ધારણ કરી વક્તા નાટક રચે છે. માત્ર અજ્ઞાનકાળમાં જ ગુરુ અને શિષ્ય જેવા ભેદ વ્યવહારમાં ઊભા કરે છે. જ્ઞાનપ્રદાન કર્યા બાદ શિષ્ય જયારે સંશયમુક્ત બને છે, તેનું અજ્ઞાન નાબૂદ થાય છે ત્યારે સ્વયં ગુરુ જ જાહેર કરી તેને જણાવી દે છે કે અજ્ઞાનની નાબૂદી અર્થ વ્યવહારમાં ગુરુ અને શિષ્ય જેવા ભેદ ઊભા કરી અત્યાર સુધી આપણે બંનેએ માત્ર નાટક જ કર્યું હતું. પરંતુ હવે અભેદષ્ટિ પ્રદાન કર્યા બાદ, હું સ્પષ્ટપણે જણાવું છું કે નથી તું કોઈનો શિષ્ય કે નથી હું કોઈનો ગુ. વાસ્તવમાં તો એક અને અદ્વિતીય પરબ્રહ્મ માત્ર સર્વત્ર વ્યાપીને રહેલું છે. “न बन्धुर्न मित्रं गुरु व शिष्यः चिदानन्दरूपः शिवोऽहम् शिवोऽहम् ॥" “નથી કોઈ બંધુ કે નથી કોઈ મિત્ર, નથી હું ગુરુ કે શિષ્ય પણ નથી. હું તો ચિદાનંદસ્વરૂપ શિવ છું હું શિવ છું.” આમ આત્મષર્ક દ્વારા પણ સમજાવવામાં આવ્યું છે કે વ્યવહારમાં દેખાતા ભેદ, માત્ર અજ્ઞાનનું જ પરિણામ છે. એક અને અદ્વિતીય આત્મજ્ઞાનમાં ભેદ તમામ સમાપ્ત છે. આમ હોવાથી, સૌ વિદ્વાન વક્તાએ યાદ રાખવું જોઈએ કે પોતે મોક્ષમાર્ગનો પ્રવાસી છે તેથી પ્રવચન ભોગનું માધ્યમ નહીં પરંતુ મોક્ષનું સાધન છે. આવું જો સમજાશે તો જ પ્રવચન પ્રતિષ્ઠા પ્રાપ્તિના પ્રયોજનાર્થે નહીં પરંતુ પ્રમાદત્યાગનું સાધન બની પરમાર્થે મદદરૂપ થશે.માટે જ શ્રુતિમાં પણ જણાવાયું છે કે,