________________
૧૬૦
કેળવી, દયા, પ્રેમ, સત્યના બીજ રોપી; પરમ સત્યની ઝાંખી કરાવી; જીવનના ઉત્કૃષ્ટલક્ષ્યની પ્રાપ્તિ પ્રતિ પ્રયાણ કરાવનારા સંતોની મહાન સેવાને સમયની બરબાદી સમજે છે. તેઓ વિચારે છે કે આવા પ્રવચનો કે વ્યાખ્યાનોથી કોની ભૂખ સંતોષાશે? તે તો માત્ર વાણીનો વિલાસ તથા સમયની બરબાદી છે. વાસ્તવમાં તો અજ્ઞાનની નાબૂદી એ જ સાચી અને ઉત્તમ સેવા છે. અજ્ઞાનમાંથી પોતે મુક્ત થવું અને સમાજને પણ તે માર્ગે દોરી જવો તે જે સમાજની અને દેશની, આપણા દ્વારા થયેલી અપરંપાર સેવા છે. કારણ કે આપણે પૂર્વે જોઈ ગયા હતા, તેમ બંધનનું કારણ અને દુઃખનું મૂળ તો અજ્ઞાન જ છે. અજ્ઞાન જ સર્વ સમસ્યાઓની જડ છે. તેથી અજ્ઞાનનાબૂદીનો પુરુષાર્થ કરવો એ જ દુઃખમુક્તિનો સહજ ઉપાય છે. જીવનની તમામ સમસ્યાઓનું નિરાકરણ આત્મજ્ઞાનની પ્રાપ્તિમાં સમાવિષ્ટ છે. માટે જ શાસ્ત્ર કહે છે કે જ્ઞાનમાર્ગે પ્રવૃત્ત થનાર પ્રત્યેક વ્યક્તિ ધન્ય છે. શાસ્ત્રમાં જણાવ્યું છે કે,
"कुलं पवित्रं जननी कृतार्था
__ वसुंधरा पुण्यवती च तेन । अपारसंवित्सुखसागरेऽस्मिन्
તીન પત્તે વળ યસ્ય વેતઃ ?”
જેનું મન અનંત આનંદસ્વરૂપ પરબ્રહ્મમાં (એક ક્ષણ માટે પણ) લીન થયું હશે તો તેમના વડે આ વસુંધરા પુણ્યવતી (કૃતકૃત્ય) થઈ છે. તથા (જન્મ આપી) માતા પણ કૃતાર્થ થઈ છે. (અર્થાત્ પ્રસવની પીડા સહન કરી, યોગ્ય સંસ્કાર સીંચી પુત્રને આત્મકલ્યાણને પંથે પ્રવાસ કરવા નિમિત્ત બનેલી જનની કૃતાર્થ છે.) અને તેનું કુળ પવિત્ર બન્યું છે.”
આત્મજ્ઞાન માટેની પ્રેરણા પ્રાપ્ત કરવી તે તો સદ્ભાગ્ય છે જ પરંતુ તે વિશેનું શ્રવણ પ્રાપ્ત કરવું, તે તો એથી પણ વિશેષ ધનભાગ્ય છે. શાસ્ત્રશ્રવણ જ મનના પ્રશ્નવંટોળનું શમન કરી સમાધાન સર્જે છે, પરોક્ષજ્ઞાન પ્રદાન કરે છે. સંશયયુક્ત ચિત્તમાં આત્મચિંતનની એક ફૂંકથી જ્ઞાનાગ્નિ પ્રજવલિત કરે છે. તેથી આત્મતત્ત્વનો શ્રોતા પણ ધન્ય છે. શ્રવણ, જ્ઞાનપ્રાપ્તિનું