________________
૧૫૭
શિષ્યનો પ્રશ્ન પ્રત્યેક માટે વિચારણીય છે.
બંધનની ભીંસમાં મુંઝારો અનુભવતો મુમુક્ષુ, બંધનની પકડમાંથી છૂટવા માટે આગળ પૂછે છે કે, આવા દઢ બંધનમાંથી છૂટવાનો ઉપાય શું છે? જ્યાં સુધી બંધનનું મૂળ સમજાયું ન હોય ત્યાં સુધી તેમાંથી મુક્ત થવું અશક્ય છે. તેથી જ પૂર્વે પૂછાયું હતું કે બંધન આવ્યું ક્યાંથી? જેની જડો મજબૂત થઈ ગઈ છે તેવા આ બંધનમાંથી મુક્ત થઈ શકાશે ખરું? આ બંધન અનાદિ હોવાનું જણાઈ રહેલું હોવાથી તેનો અંત હશે કે નહીં? તેવી શંકામાં ચિંતિત થતો શિષ્ય અત્રે પૂછે છે કે, તેમાંથી મુક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય? વાસ્તવમાં તો કર્તા-ભોક્તાભાવની ભ્રાંતિને કારણે જ બંધનનો જન્મ થાય છે અને ત્યારબાદ જડ એવા દેહને “હું માની સતત કર્મો કરવાથી જ શિષ્યને હવે પ્રશ્ન સતાવે છે કે તેમાંથી મુક્તિ કઈ રીતે મળે?
અનાત્માના ચિંતનથી બંધનની દઢતા પ્રાપ્ત થતી હોય તો સ્વાભાવિક પ્રશ્ન થાય કે આ અનાત્મા છે શું? “ઃ મણી મનાત્મા ' આત્માથી વિરુદ્ધ સ્વભાવવાળું જે કંઈ જણાય છે તે સર્વ અનાત્મા છે, એવું જો જણાવવામાં આવે તો સંદેહ જાગે કે, “આત્મા છે કોણ?” “પરમઃ માત્મા : ' શ્રુતિમાં સમજાવાયેલો તથા વેદોમાં વર્ણવાયેલો આત્મા નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત સ્વભાવવાળો છે. કાળથી મુક્ત અજન્મા અને અવિનાશી એવો આત્મા નિરાકાર છે. નિરાકાર હોવાથી તે સર્વવ્યાપ્ત છે. અજન્મા અને વ્યાપક એવો સૂક્ષ્માતિસૂક્ષ્મ આત્મા દેશ અને કાળના બંધનથી પર છે. અદશ્ય છે તથા ચૈતન્યસ્વરૂપ છે. આવા સચ્ચિદાનંદસ્વરૂપ આત્માથી ભિન્ન જે કંઈ દશ્ય, જડ, સાકાર, જન્મેલું, નાશ પામનારું તથા સ્થળ છે તે સર્વ કાંઈ અનાત્મા છે. ચેતનવંતા પ્રાણીઓ કે વનસ્પતિસૃષ્ટિને જોતાં આત્મા અને અનાત્માનો ભેદ પારખવો મુશ્કેલીભર્યું જણાય છે. તે હેતુથી શિષ્ય આત્મા અને અનાત્માને છૂટાં પાડી આત્માનું સચોટ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પૂછે છે કે, તયોઃ વિવેકઃ થમ્ | અર્થાત આત્મા અને અનાત્માનો ભેદ પારખવાનો વિવેક વિચાર ક્યાં છે? આ આત્મા અને અનાત્માનો વિવેક કેવી રીતે પ્રાપ્ત થાય? આ બધું જ મને કૃપા કરી