________________
૧૩૭
સ: વિદ્વાન = આ આત્મજ્ઞાની શાન્વિતીય = શમદિથી યુક્ત
મહાત્માએ મુમુક્ષવે = મુમુક્ષુને ૩૫પત્તિમ્ યુB = શરણે આવેલા તમા વ = તરત જ સાધુયથાવતwારિળ= સદાચારી અને કૃપયા = કૃપા કરીને
કહ્યા પ્રમાણે તોપદેશમ્ = આત્મજ્ઞાનનો કરનારને,
ઉપદેશ પ્રશાન્તરિય = શાંતચિત્તવાળા સુર્યાત્ = કરવો.
મહાન દાન એવું અભયદાન આપી ગુરુએ હવે શું કરવું જોઈએ તે જણાવતાં અહીં કહ્યું છે કે, કૃપયા તત્ત્વોપદેશ સુર્યાત્ ' અર્થાત્ તે શિષ્ય ઉપર કૃપા કરી તેને તેના આત્મસ્વરૂપના જ્ઞાનનો ઉપદેશ કરવો. - શરણે આવેલા મુમુક્ષુને તેના અધિકારની કસોટી કરી જ્ઞાનોપદેશ કરવો જોઈએ. પ્રસ્તુત શ્લોકમાં તેવા મુમુક્ષુના લક્ષણો જણાવતાં કહ્યું છે કે, તેવા પ્રશાંત ચિત્ત શામ-દમ આદિ ગુણયુક્ત તથા રાગ-દ્વેષથી મુક્ત ગુરુના આદેશનું પાલન કરનારા શિષ્યને કૃપા કરી તત્ત્વજ્ઞાનનો ઉપદેશ આપવો. અત્રે શિષ્યના દર્શાવેલા લક્ષણો ખૂબ જ મહત્ત્વના છે. પૂર્વે સાધનચતુષ્ટય અધિકારીનું વર્ણન કર્યું હોવા છતાં વિવિધ વિશેષણો વાપરી પુનઃ શિષ્યનો
અધિકાર વર્ણવ્યો છે. સામાન્યતઃ ચાર પ્રકારના શિષ્યો જોવા મળે છે. . (૧) કનિષ્ઠ (૨) મંદ ૩) મધ્યમ (૪) ઉત્તમ.
કનિષ્ઠ શિષ્ય અડિયલ ટટ્ટ જેવો હોય છે. ગમે તેવું કહેવા છતાં શિક્ષા કરવા છતાં તેનામાં કોઈ પણ જાતનો ફેરફાર જોવા મળતો નથી. અડિયલ ટહુને ગમે તેટલું ફટકારવામાં આવે તો પણ તે સીધો ચાલતો નથી. રસ્તે ચાલતાં આજુબાજુ ડાફડિયા મારે છે અને જે કંઈ દેખાય તે મોંમાં નાંખી ખાવા જાય છે. જ્યાં પોતે ઇચ્છે ત્યાં ઊભો રહી જાય છે. રસ્તામાં પણ સીધો ન ચાલતાં કૂદાકૂદ કરતો હોય છે. ચાબૂકોના ફટકા પડે છતાં તેની વાંકીચૂકી ચાલ બદલતો નથી. તેવી જ રીતે કનિષ્ઠ અધિકારવાળો શિષ્ય પણ ગુરુના