________________
૧૩૧
ક્ષિતિમ્ = પૃથ્વીને
ય = તે, ગવત = રક્ષણ આપે છે. (તેમ) મામ્ = આ પરમાપનો પ્રવાન્ = પારકાંના મહાત્મનામ્ = મહાત્માઓનો
દુઃખને દૂર કરવાની સ્વતઃ વ = સહજ જ તત્પરતા હોવી સ્વભાવ: = સ્વભાવ હોય છે.)
રસ્તે ચાલતાં વટેમાર્ગુઓને છાયા આપવી એ વૃક્ષનો સહજ સ્વભાવ છે. આ પરોપકારાર્થ વૃક્ષ કોઈ વિશેષ પ્રવૃત્તિ કરતું નથી પરંતુ તેની ઉપસ્થિતિ જ વટેમાર્ગુને ઉનાળાની ભરબપોરે છાયો તેમજ શીતળતા બક્ષે છે. આ તેનો સહજ સ્વભાવ છે. તદુપરાંત શીતળતા પ્રદાન કરી ઉજાસ પાથરવો એ ચંદ્રનો સહજ સામાન્ય સ્વભાવ છે. તે જ પ્રમાણે દુઃખી મનુષ્યોના દુઃખને દૂર કરવા પ્રવૃત્ત થવું તે મહાત્માઓનો, સંતોનો કે જ્ઞાનીજનોનો સ્વભાવ હોય છે.
- સૂર્ય જ્યાં હોય ત્યાંથી અંધારું દૂર કરી પ્રકાશ ફેલાવે છે. પ્રકાશ પાથરવા સિવાય સૂર્ય અન્ય કંઈ જ કરી શકે નહીં, કારણ કે પ્રકાશ રેલાવવો એ સૂર્યનો સહજ સ્વભાવ છે. તેવી જ રીતે અન્યના સંતાપને દૂર કરવા સિવાય સંતો અન્ય કાંઈ કરી શકે નહીં. કારણ કે તે તેમનો સ્વભાવ છે. ગુલાબના પુષ્પો પાસે જઈએ તો હંમેશા તે ખુશબો જ આપે છે, સુગંધી જ રેલાવે છે તથા નદી, કોઈ ધક્કો ન મારે તો પણ ઉપરથી નીચે તરફ વહેતી જ હોય છે. આમ, સુવાસ પ્રસરાવવી તે પુષ્યનો સ્વભાવ છે. જ્યારે વહેતા રહેવું તે દેવી સરિતાનો સ્વભાવ છે. તે જ પ્રમાણે અન્યને પીડાતો ન જોવો પરંતુ તે પીડાને દૂર કરવા પ્રવૃત્ત થવું અને અન્યના આંસુઓને સૂકવી નાંખવા કાર્યશીલ થવું તે સંતોનો સહજ સ્વભાવ હોય છે.
નદી કે તળાવને કિનારે ઊભા હોઈએ અને જો સ્નાન કરવા અંદર પડેલી વ્યક્તિ ડૂબવા માંડે તો તે ડૂબતાને બચાવવા તરવૈયો વગર કહે કૂદી પડે છે. ડૂબતા જોતાંની સાથે જ કિનારો છોડી પાણીમાં પડી ડૂબી રહેલી વ્યક્તિની મદદે કોઈ પણ જાતના વિચાર કર્યા વગર પહોંચી જાય