________________
૧૨૯
શાન્તા: = અત્યંત શાંત મહાન્ત: = મહાન સન્તઃ = સંત પુરુષો વસન્તવત્ = વસંતઋતુની જેમ તોદિતમ્ = લોકકલ્યાણ માટે પરન્તઃ = વિહાર કરતા નિવસત્તિ = વસી રહેલા છે સ્વયમ્ = (જેઓ) સ્વયં
ભીમમવાવમુક ભયંકર સંસાર
સાગરને તીઃ = પાર કરી ગયેલા હોઈ મહેતુના = કોઈ પણ કારણ વગર અચાન્સ = બીજા ગનાન = મુમુક્ષુજનોને
= પણ તારયન્તિ = તારે છે.
દુસ્તર સંસારસાગરમાંથી કે પછી દુર્ભેદ્ય અજ્ઞાનવનમાંથી તથા જન્મ-મૃત્યુના ચકરાવામાંથી મુક્ત કરનાર ગુરુ સિવાય અન્ય કોઈ હોઈ શકે નહીં. આવા ભવવ્યાધિને મિટાવનાર વૈદ સમાન ગુરુને વર્ણવતા પૂ. શંકરાચાર્યજી જણાવે છે કે આવા જ્ઞાનીજનો કે મહાન સંતો અત્યંત શાંત સ્વભાવવાળા તથા વસંતઋતુની જેમ લોકહિતાર્થે રત રહેનારા હોય છે. ભયાનક સંસારસાગરને તરેલા એવા તેઓ નિઃસ્વાર્થરૂપે અન્ય શરણાગત મુમુક્ષુઓને પણ તારે છે.
- સંતો કે જ્ઞાનીઓ મહાસાગર જેવા હોય છે. મહાસાગર ઉપરથી ખળભળાટયુક્ત, અનેક મોજાંઓ અને તરંગોથી સતત પ્રવૃત્તિમાન દેખાતો હોય છે. પરંતુ તેના પેટાળમાં જોવાનો પ્રયત્ન જો કરવામાં આવે તો ભીતરથી એકદમ શાંત અને ગંભીર જણાય છે. આ જ પ્રમાણે અહેતુક દયાસિંધુ એવા જ્ઞાનીજનો પણ કરુણાના સાગર હોવાથી બાહ્ય દષ્ટિએ લોકહિતના કાર્યમાં રત તથા પ્રવૃત્તિયુક્ત જણાય છે. સતત નિષ્કામભાવે લોકહિતના કાર્યો કરતા હોવા છતાં આંતરિક રીતે તદ્દન નિવૃત્ત હોય છે. અર્થાત્ ઉત્તમ પ્રકારની જનસેવા કે અજ્ઞાનનાબૂદીના કાર્યમાં સતત અભિરત હોવા છતાં તેમના તેવા કાર્યો અકર્તાભાવે, નિમિત્તભાવે કે સાક્ષીભાવે થતા હોય છે. તેથી સ્વયંના અક્રિય સ્વરૂપમાં સ્થિત કર્તાભાવમુક્ત તે વાસ્તવમાં તો નિવૃત્ત જ હોય