________________
દ્વૈત ટકી શકે તેમ નથી અર્થાત્ જયાં સર્વ ભગવાન જ છે ત્યાં ભક્તથી ભિન્ન ભગવાનનું અસ્તિત્વ હોઈ શકે નહીં. એમ જાણી ભક્ત, ભગવાન અને ભક્તિની ત્રિપુટીનો આત્મતત્ત્વરૂપી તત્ત્વાનુસંધાનમાં લય કરવો તે જ સાચી ભક્તિ છે. આમ થવાથી હકીકતમાં ભક્તની અંદર સુષુપ્ત ભગવાન અભિવ્યક્ત થશે. બીજની અંદ૨ જ વૃક્ષ રહેલું છે. બીજ અને વૃક્ષ અભિન્ન છે. તેથી જ બીજ એક દિવસ અંકુરિત થઈ વૃક્ષ દ્વા૨ા અભિવ્યક્ત થાય છે, તે જ પ્રમાણે ભગવાન અને ભક્ત વાસ્તવમાં એક જ હોવાથી આત્મચિંતન દ્વા૨ા કે અનન્ય ભક્તિભાવ દ્વારા ભક્ત સ્વયં ભગવાનરૂપે અભિવ્યક્ત થાય છે. આવું સમજાતાં જણાય છે કે, વ્યક્તિ એ જ વિરાટ છે. વ્યષ્ટિ એ જ સમષ્ટિ છે. તથા જીવ એ જ પરબ્રહ્મ છે. આમ, આત્માનુસંધાન અંતે જીવ અને બ્રહ્મના અભેદજ્ઞાનમાં પરિણમે છે. આવું ઐક્યનું, અભેદનું જ્ઞાન કરાવે તેવી આત્મવિચારણાને જ કે આત્મતત્ત્વાનુસંધાનને જ તથા સ્વસ્વરૂપાનુસંધાનને જ અત્રે ‘શ્રેષ્ઠ ભક્તિ’ તરીકે ઓળખાવી છે.
(છંદ-અનુષ્ટુપ)
उक्त साधनसंपन्नस्तत्त्वजिज्ञासुरात्मनः ॥३३॥ उपसीदेद् गुरुं प्राज्ञं यस्माद् बन्धविमोक्षणम् ।
उक्त साधनसंपन्नः
=
ઉપર કહેલા સાધનચતુષ્ટય સંપન્ન ઞાત્મનઃ તત્ત્વનિજ્ઞાતુ: - આત્મતત્ત્વને જાણવા ઇચ્છતા પુરુષે
=
प्राज्ञं गुरुम्
उपसीदेत्
યસ્માત્. बन्धविमोक्षणम्
=
૧૧૭
=
=
=
જ્ઞાની સદ્ગુરુ
પાસે જવું
કે જેથી
સંસા૨રૂપ બંધનથી છૂટકારો (થાય.)
ગુરૂપસત્તિ સાધનચતુષ્ટય સંપન્ન થયેલા અધિકારીએ તીવ્ર જિજ્ઞાસા પ્રબળ
વૈરાગ્ય, ઉત્કટ મુમુક્ષા તથા અનન્ય શ્રદ્ધા અને ભક્તિ સંયુક્ત થઈ બંધનમાંથી