________________
૧૧૫
(છંદ-અનુષ્ટ્રપ) मोक्षकारणसामग्रयां भक्तिरेव गरीयसी । स्वस्वरूपानुसन्धानं भक्तिरित्यभिधीयते ॥३२॥
स्वात्मतत्त्वानुसन्धानं भक्तिरित्यपरे जगुः । મોક્ષારસામસામ્ = મોક્ષપ્રાપ્તિના સાધનોમાં भक्तिः एव = ભક્તિ જ गरीयसी = સર્વોત્તમ છે.) સ્વરૂપનુ સ્થાનમ્ = પોતાના સ્વરૂપનું અનુસંધાન ભવિતઃ રૂતિ = ભક્તિ મિથી તે = કહેવાય છે. સ્વાત્મતત્ત્વાકુસસ્થાનમ્ = સ્વયંના આત્મતત્ત્વના અનુસંધાનને अपरे
= બીજાઓ મલિતઃ નપુ: = ભક્તિ કહે છે.
- સાધનચતુષ્ટયની વાત સમજાવ્યા બાદ હવે પૂ. આચાર્યશ્રી આપણને મોક્ષના સાધનોમાં ભક્તિનું સ્થાન તથા ભક્તિ એટલે શું તે સમજાવતાં જણાવે છે કે મોક્ષ માટેની સામગ્રીમાં ભક્તિ સૌથી શ્રેષ્ઠ છે. “પવિત્તઃ પવ જરાયસી” આ ભક્તિ એટલે જ સ્વસ્વરૂપનું અનુસંધાન. સ્વસ્વરૂપનું અનુસંધાન અર્થાત્ ચિત્ત દ્વારા આત્મતત્ત્વનું સતત ચિંતન કરવું. “સ્વસ્વરૂપનુ સ્થાન ભવિતઃ તિ મીયતે I' તદુપરાંત કેટલાક લોકો આત્મતત્ત્વના તાત્વિક સ્વરૂપને પણ ભક્તિ કહે છે. સ્વાત્મતત્ત્વનુસન્ધાનં ભત્તિઃ તિ મારે
આત્મતત્ત્વનો વિચાર કરવો અર્થાત્ આત્માના સ્વરૂપનો વિચાર, ચિંતન, મનન કે મનોમંથન કરવું. આત્મા શું છે? તે ક્યાં છે ? કેવો છે? વગેરે પ્રશ્નો ઉપર વિચાર કરી તેને ઓળખવાનો પ્રયત્ન કરવો તેને “આત્મતત્ત્વવિચાર' કહેવામાં આવે છે. આત્મતત્ત્વ વિશે વિચારણા