________________
૧૦૫.
શરીરની તમામ મર્યાદાઓને મેં મારી સીમા માની લીધી. શરીરના તમામ બંધનોને મેં મારા માન્યા. શરીરના વિકારોને પોતાના વિકારો જાણી શરીર સુખે સુખી અને શરીર દુઃખે “દુઃખ અનુભવવા લાગ્યો. શરીરના રોગથી હું રોગી બન્યો; શરીરના જન્મને મેં મારો જન્મ માન્યો અને તેથી જ શરીરના અંતને હું મારું મૃત્યુ માનવા લાગ્યો. આમ, શરીરને વળગેલું કાળનું બંધન મેં મારું અનુભવ્યું. શરીર એક સાથે એક જ સ્થળે હોઈ શકે અન્ય સ્થળે નહીં. તેના આવા દેશના બંધનને અર્થાત્ સ્થળની મર્યાદાને મારી માની મેં ભ્રમણની ઇચ્છા ઊભી કરી, અન્ય સ્થળે વિહાર કરવાનું વિચાર્યું. એટલું જ નહીં; શરીરને જ “હું માનવાથી તેની યુવાનીને ટકાવી રાખવા મેં પ્રયત્ન કર્યા. પરંતુ તેમાં નિષ્ફળતા મળતાં હું સ્વયંને અલ્પશક્તિમાન જાણી હતાશાથી ઘેરાઈ ગયો. યુવાનીને ટકાવી રાખવી છે છતાં તે ચાલી જાય છે અને વૃદ્ધાવસ્થા ઇચ્છનીય નથી છતાં તે પ્રાપ્ત થઈ જાય છે. તદુપરાંત જેવું ઇચ્છું તેવું શરીર મને મળતું નથી, તેવી મારી ઇચ્છા ન સંતોષાતા “હું દુઃખ અને બંધન અનુભવું છું. શરીરને ‘હું માનવાથી તેના નિર્વાહ માટેની, રક્ષણ અને પોષણ માટેની જવાબદારીઓ મને ઘેરી વળે છે. તે માટે આવશ્યક સંપત્તિને પ્રાપ્ત કરવી મારે માટે અનિવાર્ય થઈ પડે છે. આમ ધનપ્રાપ્તિનું પણ બંધન તેમાંથી જ જન્મે છે. અંતે નિષ્કર્ષ રૂપે સમજવાનું એ જ છે કે સ્વસ્વરૂપના અજ્ઞાનથી જ દેહ-તાદામ્ય થાય છે અને દેહ-તાદાભ્યને કારણે જ વિવિધ પ્રકારના અનેક બંધનો સર્જાય છે. વાસ્તવમાં તો શરીર સાથેનું તાદાભ્ય જ માત્ર નહીં પરંતુ સ્વયં શરીર પણ અજ્ઞાનથી જ જન્મે છે.
આપણને ત્રણ શરીરો પ્રાપ્ત થયા છે. ૧. સ્થૂળ શરીર – જે માતાના ગર્ભમાંથી જન્મે છે. વૃદ્ધિ, વિકાસ અને
વિકારને પ્રાપ્ત થાય છે અંતે મૃત્યુ પામે છે, જેને સ્નેહીઓ અગ્નિદાહ
આપે છે. ૨. સૂક્ષ્મશરીર - મૃત્યુ પશ્ચાત્ જે શરીર પોતાના કર્મો પ્રમાણે અન્ય
શરીરની પ્રાપ્તિ અર્થે સ્થૂળ દેહ છોડી ઉત્ક્રમણ કરે છે તેને સૂક્ષ્મશરીર કહે છે.